પલસાણાના જોળવા ગામેથી રૂ. ૪૯.૬૮ લાખનો ૮૨૮ કિલો ગાંજો મળી આવ્યો

0
316
બાતમીના આધારે પોલીસે રેડ પાડી મકાનનો દરવાજો ખોલ્યો તો ચોંકી ગઇ
– ત્રણ મહિનાથી ભાડે રહેતા શખ્સો ફરાર

પલસાણા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા જોળવા ગામે આરાધનાડ્રીમ સોસાયટીના મકાનમાંથી પોલીસે ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. ગાંજાનો જથ્થો રાખનારા ઘરના પાછળના દરવાજેથી ભાગી ગયા હોવાની પોલીસને શંકા છે. પોલીસે બે કિલોના એક એવા ૪૧૪ પાકીટમાં કુલ ૮૨૮ કિલો કિંમત રૂ. ૪૯,૬૮,૨૧૦નો જથ્થો કબ્જે કર્યો હતો. ઘટનાસ્થળેથી પ્રાપ્ત વિગત અનુસાર પલસાણાના જોળવા ગામે આવેલી આરાધના ડ્રીમ સોસાયટીના મકાન નં. ૪૯માં નશાયુક્ત પદાર્થનો જથ્થો સંગ્રહ કરેલો હોવાની બાતમી મળતા પી.આઇ. પી.એ. વળવી અને પલસાણા પીએસઆઇ જે.એસ. વળવીએ પોલીસ કાફલા સાથે વહેલી સવારે છાપો માર્યો હતો. પોલીસ ટીમ મકાન નં. ૪૯ પર પહોંચતા બહાર એટકીવા (નં. જીજે-૫-પીએન- ૩૯૨૬) પડેલું હતું અને ઘરનો દરવાજો આગળથી બંધ હતો. પોલીસ ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરતા જ ચોંકી ઉઠી હતી. ઘરમાં મોટા પેકીંગ કરેલા જથ્થાની થપ્પી મારેલી હતી. પોલીસે એક પેકીંગ ખોલી ખાત્રી કરતા નશો કરવા વપરાતા ગાંજાનો જથ્થો હતો. પોલીસે એફએસએલની મદદથી જરૃરી નમૂના લઇ ચકાસણી કરતા ગાંજાનો રિપોર્ટ આધારે જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી શરૃ કરી હતી. એક ૨ કિલોના અંદાજીત વજનવાળા કુલ ૪૧૪ પેકીંગમાં ૮૨૮ કિલો ગાંજો કિંમત રૃ. ૪૯,૬૮,૨૧૦ અને ઘરમાંથી એક મોબાઇલ ફોન અને બહાર પડેલી રૃ. ૪૫૦૦૦ની એકટીવા મળી કુલ રૃ. ૫૦,૧૫,૨૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આગળનો દરવાજો ખોલ્યો ત્યારે પાછળથી ઘરમાંના શખ્સો ભાગી ગયા હોવાની પોલીસને શંકા છે. દરમિયાન પોલીસ ઘર માલિક મનોજ શિવશંકર ઝા (રહે. બજરંગનગર, ડીંડોલી, સુરત. મૂળ રહે. બિહાર)ની પૂછતાછ શરૃ કરી છે. જેમાં મનોજ ઝાએ ત્રણ માસ અગાઉ મકાન ભાડાથી આપેલું હતું. ભાડુઆતનાં જરૃરી દસ્તાવેજી પુરાવા લીધા હતા પરંતુ પુરાવા ન હોવાનું જણાવતા પોલીસ માટે ભાડુઆતની વિગતો મેળવવી તેમજ ગાંજો લાવનાર અને સપ્લાય કરનારા સુધી પહોંચવાનું મુશ્કેલ બની રહ્યું છે. હાલ તુરંત પોલીસે દિવસભર નાર્કોટીક્સ અંગેની કાર્યવાહી કરી ગુનો નોંધવા તજવીજ શરૃ કરી છે. રાત્રે સપ્લાય થતો હોવાની શક્યતા આ જથ્થો અહીં ભેગો કરી રાત્રિના સમયે સુરત શહેર સહિત અન્ય વિસ્તારમાં સપ્લાય થતો હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. ગાંજાનો જથ્થો મળ્યો તે મકાન ત્રણ માસથી ભાડે આપેલું હતું અને આ સમય દરમિયાન જ ગાંજાની હેરાફેરી થઇ રહી હતી. પોલીસને બાતમી મળી ત્યારે આટલા મોટા જથ્થામાં ગાંજો હશે એવી ખાત્રી ન હતી પરંતુ મોટા જથ્થામાં ગાંજો મળતા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર જઇ જરૃરી કાર્યવાહીમાં જોડાયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY