અરવલ્લી,તા.૧૦
મગફળીની ટેકાના ભાવે ખરીદી બંધ થયા બાદ હવે અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ. રાજ્યમાં ૧૦થી ૨૪ ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે ખરીદી કરાશે. રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રાજ્યમાં ૩૦ કેન્દ્ર પર મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જ્યારે ૬૨ કેન્દ્ર પરથી અડદની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. મગની ખરીદી ૬૯૭૫ રૂપિયા પ્રતિ કિવન્ટલના ભાવે ખરીદી કરાશે. જ્યારે અડદની ખરીદી ૫૬૦૦ રૂપિયા પ્રતિ કિવન્ટલના ભાવે ખરીદી કરાશે.
અરવલ્લી જિલ્લામાં સોમવારથી ટેકાના ભાવે અડદ અને મગની ખરીદી શરૂ થઈ છે. અડદની ૧૧૨૦ રૂપિયા મણના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જ્યારે મગની ૧૩૯૫ રૂપિયા મણના ભાવે ખરીદી થઈ રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૦૦ ખેડૂતોની ઓનલાઈન નોંધણી થઈ છે. જ્યારે ૧૦૦૦થી વધુ ખેડૂતોના ફોર્મ લઈને ઓફલાઈન ટોકન આપવામાં આવ્યા છે.
મગફળી, બાજરી,તૂવેર બાદ હવે મગ અને અડદના પાકની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જેના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ૧ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મગફળીને લઇને ટેકાના ભાવે ખરીદીને લઇને રાજ્યમાં ભારે અસંતોષ જાવા મળ્યો હતો.
જ્યારે બીજી બાજુ મગફળીના ગોડાઉનમાં આગના બનાવોને લઇને રાજ્યભરમાં ચોતરફથી ટીકાઓનો સામનો રાજ્ય સરકારને કરવો પડ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





