અમદાવાદ જિલ્લામા એમ.આર રસીકરણ અભિયાનમા ૯ માસ થી ૧૫ વર્ષના ચાર લાખ ઉપરાત બાળકો ને રસી આપવામાં આવશે

0
87

બાળકોને ઓરી રુબેલાની રસીથી રક્ષીત કરાવવા વાલીઓને અનુરોધ કરતા અમદાવાદ ડી.ડી.ઓ. અરુણ મહેશ બાબુ

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ તથા જિલ્લા આરસીએચઓ ડો.ગૌતમ નાયકના માર્ગદર્શન મુજબ પત્રકારો માટે ઓરી રૂબેલા રસીકરણ અભિયાન અંગે માર્ગદર્શન આપવા માટે અમદાવાદ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મીડીયા વર્કશોપ મા ઓરી રુબેલા ની વિગતવાર જાણકારી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન થી મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. શિલ્પા યાદવે  આપી હતી. આર.સી.એચ.ઓ. ડો. ગોત્તમ નાયક, આસીસ્ટન્ટ માહીતી નિયામક હિમાસુ ઉપાધ્યાય, જિલ્લા આઇ.ઇ.સી.ઓફીસર વિજય પંડિત તથા ડીપીસી ડો.કોમલ વ્યાસ હાજર રહીને કામગીરી કરી હતી.

અમદાવાદ જિલ્લા પચાયત ના જિલ્લા  વિકાસ અધીકારી અરુણ મહેશ બાબુ એ પત્રકારો ને જાણકારી આપતા જણાવ્યુ હતુ કે ઓરી અને રુબેલા રોગ વિરોધી રક્ષણ આપવા માટે સમગ્ર અમદાવાદ જિલ્લામાં– ઓરી અને રુબેલાની રસી શાળા તથા આંગણવાડી કેન્‍દ્ર પર  માઇક્રો૫લાન મુજબ તા.૧૬ મી જુલાઇ થી આરંભ થશે. આ અભિયાન અંતર્ગત ૯ મહિનાથી ૧પ વર્ષના તમામ બાળકોને રસી આપવામાં આવશે. ઓરી રોગ ની નાબુદી  અને રુબેલા ને નિયત્રિત કરવા માટે  આ રસી આાપવી અત્યંત આવશ્યક છે. જિલ્લા ના તમામ નવ  તાલુકાના  ૯ માસ થી ૧૫ વર્ષ સુધીના અદાજીત  ૪૦૮૯૭૧ બાળકો ને ૪૩૬૪ રસીકરણ સેશન મા રસી આપી ને રક્ષીત કરાશે. જિલ્લાના બાળકોને રસીકરણ કરાવીને રસીથી રક્ષીત કરવા વાલીઓને જિલ્લા વિકાસ અધીકારી એ  અનુરોધ કર્યો હતો. ઓરી એક જીવલેણ રોગ છે. જે વાઇરસ દ્રારા ફેલાય છે. બાળકોમા ઓરીના લીધે વિકલાગતા અને અકાળે મૃત્યુથઇ શકે છે. તેમજ  રુબેલા એક ચેપી રોગ છે. જે વાઇરસ દ્રારા ફેલાય છે. રુબેલાના લક્ષણ ઓરી રોગ જેવા હોઇ શકે છે. તે છોકરો અને  છોકરી બન્ને ને ચેપગ્રસ્ત બનાવી શકે છે. જો કોઇ  સ્ત્રી  ગર્ભાવસ્થા ના આરંભિક તબકકામા તેનાથી ચેપગ્રસત બને તો કંજેનિટલ રુબેલા સિન્ડ્રોમ થઇ શકે છે. જે તેના ગર્ભ અને નવજાત શીશુ માટે ઘાતક સાબીત થઇ શકે છે. આ રસી સપુર્ણપણે  સુરક્ષીત  છે.  અને તેની કોઇ આડઅસર થતી નથી. બાળકો ને આ રસી યોગ્ય લાયકાત ધરાવતા ફિમેલ હેલ્થ વર્કર  દ્રારા આપવામા આવશે.આ સામુહીક અભિયાન મા આમજનતા ને તેઓની ભાગીદારી તેઓના બાળકોને રસીથી રક્ષીત કરીને  સુનિશ્રિચત કરવા અનુરોધ કર્યો હતો ઓરી- રુબેલા રસીકરણ અભિયાન  શાળાઓ તેમજ હોસ્પીટલો અને આરોગ્ય કેન્દ્રો એમ દરેક મા હાથ ધરવામા આવી રહયુ છે. શાળાએ જતા બાળકો ને શાળાઓ ખાતે રસી આાપવામા આવશે અને શાળામા ન જતા હોય તેવા બાળકોને સમુદાયમા આઉટરીચ પ્રવૃતિ થી આવરી લેવામા આવશે. જો ઓરી રુબેલા નુ રસીકરણ સામુહિક રીતે હાથ ધરવામા આવે તો જ સપુર્ણ કવરેજ સુનિશ્રિત કરવુ શકય છે.આ અભિયાન મા આપવામા આવનાર એમ.આર રસી ખુબ સુરક્ષિત અને અસરકારક  છે.  ખાનગી ડોકટરો ઘણા વર્ષોથી  બાળકો માટે એમઆર/એમએમઆર રસીનો ઉપયોગ દેશમા અને આપણા ગુજરાત રાજય મા કરી રહયાછે હાલમા એમઆર/એમએમઆર રસીનો વિશ્વભરમા  ૧૪૦ દેશોમા આપવામા આવી રહી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY