ભાજપ આસામમાંથી સરકાર ગુમાવશે..?, વિપક્ષ નેતાએ મુખ્યમંત્રી ઓફર કરી

0
17

ગૌહાટી,તા.૧૩
ભાજપ માટે નવા વર્ષની શરૂઆત સારી સાબિત થઈ છે. એક તરફ સીએએ તો બીજી તરફ એનઆરસીએ પાર્ટીની મુશ્કેલી વધારી દીધી છે. ઝારખંડની હારના કારણે પણ પાર્ટીને મોટો ફટકો પડયો છે. ભાજપના હાથમાંથી વધુ એક રાજ્ય છીનવાવવાનું ચર્ચાઈ રહ્યુ છે. અસમ વિધાનસભામાં વિપક્ષના નેતા દેબબ્રત સૈકિયાએ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવલને ભાજપ છોડવા અને તેમની પાર્ટીના સમર્થનથી નવી સરકાર બનાવવાની રજૂઆત કરી છે.
કોંગ્રેસ એક વાર ફરી પૂર્વોત્તર રાજ્યોમાં સક્રિય થતી જોવા મળી છે. આ કડીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈકિયાએ કહ્યુ કે નવી સરકાર નાગરિકતા સંશોધન કાયદો અને ભાજપ વિરોધી હશે.
સીએએની યાદી જારી થયા બાદ અસમ કોંગ્રેસના નેતા દેબબ્રત સૈકિયાએ કહ્યુ કે જો સોનોવલ પોતાના ધારાસભ્યની સાથે ભાજપ છોડે છે તો તેમની પાર્ટી સરકાર બનાવવામાં સોનોવાલની મદદ કરશે. એટલુ જ નહીં નવી સરકારમાં તે મુખ્યમંત્રી પણ હશે.
સૈકિયાએ કહ્યુ કે અસમની વર્તમાન પરિસ્થતિ એ ઈશારો કરે છે કે સોનોવાલે ભાજપ છોડી દેવી જોઈએ. પોતાના ૩૦ ધારાસભ્યોની સાથે નિર્દળીય તરીકે સરકારમાંથી બહાર આવી જવુ જોઈએ. અસમમાં ભાજપ વિરોધી સરકાર બનાવવા માટે તેમનુ સમર્થન કરશે અને તેમને ફરીથી સીએમ બનાવવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY