ગુજરાત સરકારની ગેટકો વીજ કંપનીમાં પૈસા લઇને નોકરી આપવાનો કૌભાંડ આચરવામાં આવ્યું !!

0
596

ગેટકોમાં ત્રણ કર્મચારીઓને ગેરકાયદેસર રીતે ઓર્ડર આપી દેવામાં આવેલ છે તેનો ઘટસ્ફોટ થયો છે .

ગેટકો (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ)માં ત્રણ જુનિયર એન્જિનિયરને ગેરકાયદેસર રીતે નોકરી આપી દેવામાં આવી હોવનો ઘટસ્ફોટ થયો છે.

પાંચ વર્ષ સુધી નોકરી કરી લીધી ત્યાર બાદ જ હવે ભાંડો ફૂટ્યો: ત્રણ કર્મચારીઓ અને એક અધિકારીને આ કૌભાંડ મામલે શો કોઝ નોટિસ આપીને ઈન્કવાયરી ઓફિસને તપાસ સોંપવામાં આવી છે.

આ મામલો બહાર આવ્યા બાદ ચોંકી ઉઠેલા સત્તાધિશોએ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ફરજ બજાવતા આ કર્મચારીઓને શો કોઝ નોટિસ ફટકારીને ખુલાસો કરવાનો હુકમ કર્યો છે.તેની સાથે સાથે આ મામલામાં જવાબદાર ગણાતા એચઆર વિભાગના એક અધિકારીને પણ શો કોઝ નોટિસ આપવામાં આવી છે.

હાલ રોસ્ટર સિસ્ટમનો અમલ કરવા માટે કંપનીના કર્મચારીઓનો રેકોર્ડ ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે ઉપરોક્ત વિગતો સપાટી પર આવી જતા જ ૨૦૧૨-૧૩માં જુનિયર એન્જિનિયરોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ઉપરોકત ત્રણ જુનિયર એન્જિનિયરોની મેરીટમાં નહીં આવતા હોવા છતાં નોકરીઓના ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા.

પાંચ વરસ પછી આ વાતનો ઘટસ્ફોટ થતા કંપનીઓના સત્તાધીશો ચોકી ઉઠ્યા છે. કંપનીની કર્મચારી આલમમાં તો પૈસા આપીને નોકરી આપવાનો ચાલતું હોવાનું ફુલ વેગથી ચર્ચાઓ જોર પકડી રહી છે.

બીજી તરફ સમગ્ર મામલાની તપાસ ઇન્કવાયરી ઓફિસરને સોંપવામાં આવેલ છે.

ગૌતમ બુચિયા
9714065405

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY