પ્રાઇવેટ લીમીટેડ કંપની સંચાલિત બોટિંગ સેવાનો જીલ્લા પંચાયત ના પ્રમુખ-ઉપ્રમુખ સહિતના આગેવાનોના હસ્તે ઉદ્ઘાટન કરાયું.

ભરૂચ તાલુકાના મંગલેશ્વર હોડી ઘાટથી રાજયોગ પોલીટેક પ્રાઇવેટ લીમીટેડ કંપની સંચાલિત બી.ઓ.ટી ધોરણે બોટિંગ સેવાનો ગુરુવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો.ભરૂચ તાલુકાના મંગલેશ્વર હોડી ઘાટથી યાત્રાધામ કબીરવડ ખાતે નર્મદામાં ઓછા પ્રવાહને પગલે આવવા જવામાં યાત્રીકોને ભારે હાલાકી વેઠી રહ્યા હતા. જેને ધ્યાનમાં રાખી જીલ્લા પંચાયત દ્વારા નર્મદા નદીના ૧૪ ઘાટો પૈકી મહત્વના મંગલેશ્વર હોડી ઘાટ વિકસાવવાના હેતુથી રાજયોગ પોલીટેક પ્રાઇવેટ લીમીટેડ કંપનીને ટેન્ડર પ્રક્રિયાથી ૧૦ વર્ષના બી.ઓ.ટી ધોરણે સંચાલન આપવામાં આવ્યું છે.

ત્યારે ગત તારીખ-૨૦-૦૭-૧૮ના રોજ રાજયોગ પોલીટેક પ્રાઇવેટ લીમીટેડ કંપની દ્વારા ટેન્ડર પ્રક્રિયા હેઠળ મંગલેશ્વર ઘાટથી બોટિંગ સેવા માટે વિકસાવવામાં આવ્યો છે. કંપની દ્વારા મંગલેશ્વર ઘાટ ખાતે ૩૫૦ મીટર તો કબીરવડ ઘાટ ખાતે ૨૫૦ મીટરનો જેટી બ્રીજ ફ્લોટિંગ બોટ સુધી તૈયાર કરવામાં આવ્યો છે. કંપની દ્વારા યાત્રાળુઓ માટે પોનટુન,સ્પીડ બોટ,જેટસ્કી પેન્ડલ બોટ અને બર્થ ડે પાર્ટી પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવી છે.

ભરૂચ જીલ્લા પંચાયતના પ્રમુખ જશુ પઢીયાર,ઉપ પ્રમુખ અનીલ ભગત અને સભ્યો તેમજ અધિકારીઓના વરદ હસ્તે નર્મદા માતાજીની આરતી ઉતારી અને નર્મદા નદીમાં શ્રીફળ વહેતું કરી મંગલેશ્વર ઘાટથી કબીરવડ વચ્ચે બોટિંગ સેવાનો પ્રારંભ કરાવાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજયોગ પોલીટેક પ્રાઇવેટ લીમીટેડ દ્વારા જીલ્લા પંચાયતના ધારા ધોરણ મુજબ ફેરી બોટ માટે રૂપિયા ૭૫ ભાડું નક્કી કરવામાં આવ્યું છે જયારે દરેક નાગરિકોની સેફટી માટે લાઈફ જેકેટ અને બે લાઈફ ગાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





