UPAમાં અંબાણીને મળેલ પ્રોજેક્ટથી જવાબ આપશે ભાજપ

0
12

નવી દિલ્હી તા.૧૨
મોદી સરકાર એ પ્રોજેક્ટ્‌સની યાદી બનાવી રહી છે, જે અનિલ અંબાણીની કંપનીઓને યુપીએ શાસનકાળમાં આપવામાં આવ્યા હતા. આ મારફતે મોદી સરકાર કોંગ્રેસના એ આરોપોનો જવાબ આપવા માંગે છે કે રાફેલ ડીલમાં ઓફસેટ કોન્ટ્રાક્ટ મેળવવામાં મોદી સરકારે અનિલ અંબાણીની રીલાયન્સ ડિફેન્સની મદદ કરી. અધિકારીઓએ ઈટીને જણાવ્યુ કે શરુઆતની તપાસમાં જાણવા મળ્યુ છે કે યુપીએ શાસનના અંતિમ ૭ વર્ષમાં અનિલ અંબાણીની રીલાયન્સ ગ્રુપને ૧ લાખ કરોડ રુપિયાના પ્રોજેક્ટ આપવામાં આવ્યા હતા. રોડ ટ્રાંસપોર્ટ એન્ડ હાઈવેઝ, ટેલિકોમ જેવી મિનિસ્ટ્રી સાથે નેશનલ હાઈવેઝ ઓથોરીટી ઓફ ઈન્ડિયા, મુંબઈ મેટ્રોપોલીટન રીઝન ડેવલેપમેન્ટ ઓથોરીટી અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન જેવી સરકારી ઓફિસોથી જાણકારી એકત્રિત કરવામાં આવી રહી છે. એક અધિકારીએ જણાવ્યુ કે, આ તમામ પ્રોજેક્ટ સરકારી એજન્સીઓ પાસે હતા. અમે આ પ્રોજેક્ટ્‌સના પ્રોસેસિંગ ટાઈમ પર નજર કરી રહ્યા છીએ અને એ જાઈ રહ્યા છીએ કે નક્કી કરાયેલ પ્રક્રિયાનુ પાલન કરવામાં આવ્યુ હતુ કે નહીં. એક અન્ય અધિકારીએ જણાવ્યુ કે, રીલાયન્સ કોમ્યુનિકેશન માટે રેગ્યુલેટરી એપ્રૂવલ્સ રેકોર્ડ ટાઈમમાં મળી ગયા હતા. તેમણે જણાવ્યુ કે, સૌથી ઝડપી ગ્રોથ રીલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જાવા મળ્યુ હતુ, જે પાંચ વર્ષમાં જ ૨૦૧૧ સુધી ઈલેક્ટ્રિસીટી ડિસ્ટ્રીબ્યુશન કંપનીથી દેશની સૌથી મોટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બની ગઈ હતી. ૧૬૫૦૦ કરોડ રુપિયાના ૧૨ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યા, જેનાથી આર-ઈન્ફ્રા દેશમાં સૌથી મોટી પ્રાઈવેટ રોડ ડેવલોપર બની ગઈ. આ વાતો પર નજર કરવામાં આવી રહી છે. એક સિનીયર અધિકારીએ જણાવ્યુ કે, અનિલ અંબાણી ગ્રુપની ૬ કંપનીઓ રીલાયન્સ કોમ્યુનિકેશન, રીલાયન્સ કેપિટલ, રીલાયન્સ પાવર, રીલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રીલાયન્સ નેચરલ રીસોર્સેજ લિમીટેડ અને રીલાયન્સ મીડિયાવર્કર્સ સાથે જાડાયેલ ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY