હડમતાળા જીઆઈડીસીમાં પ્રદૂષણ રોકવા આધાડે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

0
228

રાજકોટ,તા.૧૫
ગોંડલ નજીક કોટડાસાંગાણીની હડમતાળા જીઆઈડીસીમાં પ્રદુષણ ફેલાવતી ફેક્ટરીઓના મામલે ભુણાવાના આગેવાન વિક્રમસિંહ જાડેજાએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જે અંતર્ગત આજરોજ તેમણે ઝેરી દવા પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને પોલીસ કાફલો દોડી ગયો હતો અને આત્મવિલોપનનો પ્રયાસ કરનાર વિક્રમસિંહની અટકાયત કરી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
કોટડાસાંગાણીની હડમતાળા જીઆઈડીસીમાં ઘણા કારખાનાઓ ધમધમે છે. આ કારખાનાઓ પ્રદુષણ ફેલાવતા હોવાથી આસપાસના લોકોને ભારે મુશ્કેલી પડતી હોવાના આક્ષેપ સાથે ભુણાવાના આગેવાન વિક્રમસિંહ જાડેજાએ તાજેતરમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જે અંતર્ગત આજરોજ તેમણે ફેક્ટરી સામે જ ઝેરી દવા પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જા કે પોલીસે વિક્રમસિંહની તરત જ અટકયત કરી લીધી હતી. અને તેમણે પીધેલી ઝેરી દવા માટેની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY