કાર ચાલકે શ્રમજીવીઓ પર કાર ચડાવી દીધી, ૨નાં મોત, ૧૦ ઇજાગ્રસ્ત

0
31

હાલોલ,તા.૭
હાલોલ ટોકનાકા નજીક વેલી હોટલ પાસે મંગળવારે મોડી રાત્રે કાર ચાલકે બાઇક ચાલક સહિત ૧૦ જેટલા શ્રમજીવીઓને અડફેટે લીધા હતા. જેમાં કાર ચાલક સહિત ૧૦ શ્રમજીવીઓ ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે ૨ શ્રમજીવીના મોત થયું છે. અને ૪ શ્રમજીવીઓની હાલત અત્યંત નાજુક છે, જેઓને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હાલોલ ટોકલાકા પાસે મંગળવારે મોડી રાત્રે સનફાર્મા કંપનીમાંથી કામ પરથી નીકળેલા ૧૦ જેટલા શ્રમજીવીઓ રોડની બાજુમાં બેઠા હતા. આ સમયે પુરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. અને ત્યારબાદ ૧૦ જેટલા શ્રમજીવીઓ પર કાર ચડાવી દીધી હતી. જેમાં તમામ શ્રમજીવીઓ ઇજાગ્રસ્ત થયા હતા. અને કારચાલક અને બાઇક ચાલક પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં મુકેશકુમાર ઉદેસિંહ બારીયા(૨૦), (રહે, પંડોર, શિવરાજપુર)નું મોત નીપજ્યું હતું. મુકેશ તેના પરિવારમાં એકનો એક પુત્ર હતો.
ઘટનાની જાણ થતાં જ હાલોલ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને ઇજાગ્રસ્તોને હાલોલની રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. અને ત્યાંથી ૪ શ્રમજીવીઓની હાલત અત્યંત નાજુક હોવાથી તેઓએ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY