ભરુચ,તા.૧૫
રાજ્યમાં પંચાયત(સંવર્ગ)માં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી રહેતા ૧૧ હજાર કરતાં વધુ તલાટીઓ દ્વારા રાજ્ય સરકારમાં ત્રણ ત્રણ વખત લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે પોતાની માંગણીઓ મૂકી હોવા છતાં સરકારે હજી સ્વીકારી નથી. જેથી હવે આંદોલનનાં માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી છે. જેના ભાગરૂપે આગામી ૨૨ ઓક્ટબરથી રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલનમાં જાડાવાની ભરૂચ જિલ્લા તલાટી મંડળે જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણકારી આપી હતી.
આજરોજ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચેલાં તલાટી કમ મંત્રી મંડળનાં હોદ્દેદારો અને સભ્યોએ લેખિત રજૂઆત કરી આગામી ૨૨ ઓક્ટોબરથી ઉપવાસ આંદોનલ કરશે તેવું જણાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ૬૦૦ જેટલાં તલાટી કમ મંત્રીઓ ફરજ બજાવે છે. જેમણે રાજ્ય તલાટી મહામંડળ સાથે રહીને પોતાની માંગણીઓને લઈ અવાર નવાર રજૂઆત કરી હતી. છતાં રાજ્ય સરકારે તેમની માંગણીઓને સ્વીકારી નથી. ત્ચારે રાજ્ય તલાટી મહામંડળનાં બેનર હેઠળ હવે આગામી સમયથા ઉપવાસ આંદોલન કરવા જઈ રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



