જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મુર્મુ આતંકીઓના નિશાને

0
6

શ્રીનગર,તા.૭
જમ્મુ કશ્મીરના નવનિયુક્ત ઉપરાજ્યપાલ ગિરીશચંદ્ર મુર્મુ આતંકવાદીઓના નિશાન પર હોવાની ચોંકાવનારી માહિતી ગુપ્તચર ખાતાને મળી હતી. તાજેતરમાં પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરના મુઝફ્ફરાબાદમાં આતંકવાદી નેતાઓની મિટિંગ યોજાઇ હતી તેમાં જમ્મુ કશ્મીરના ઉપરાજ્યપાલને ઊડાવી દેવાની ચર્ચા થઇ હતી.
ગુપ્તચર ખાતાને મળેલી બાતમી મુજબ ૨૯મી ઑક્ટોબરે મુઝફ્ફરાબાદના કોટલી વિસ્તારના જમા-ઉ-હક મદરેસામાં આતંકવાદીઓની બેઠક યોજાઇ હતી. જૈશ એ મુહમ્મદ દ્વારા આ બેઠક યોજવામાં આવી હતી. જમ્મુ કશ્મીરના ઉપરાજ્યપાલ તથા રાજ્યના કેટલાક ભાજપી નેતાઓ તથા તાજેતરની બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીમાં વિજેતા બનેલા લોકોને ઊડાવી દેવાના ષડયંત્રની જવાબદારી આતંકવાદી ઝિયા-ઉલ-રહેમાનને સોંપવામાં આવી હતી.
આવી જ એક બેઠક બહાવલપુરના મરકઝ ઉસ્માન ઓ અલીમાં પણ યોજાઇ હતી જ્યાં ફિદાયિનો એકઠા થયા હતા. આ તમામને જરૂર પડયે ભારતીય સીમામાં ઘુસીને આ ષડયંત્ર પાર પાડવાની હાકલ કરાઇ હતી. દરેક વક્તાએ ભારત વિરોધી વિષવમન કર્યું હતું. આ બંને બેઠકને પાકિસ્તાનની બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇનું ખુલ્લું પીઠબળ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY