મુંબઈ,તા.૨૫
મોખરાની અભિનેત્રી સોનાક્ષી સિંહા અને અન્ય ચાર વ્યક્તિ સામે મુરાદાબાદના એક ઇવેન્ટ આયોજકે છેતરપીંડીનો કેસ માંડયો હતો અને એવો દાવો કર્યો હતો કે અગાઉથી નક્કી થયેલું મહેનતાણું ચૂકવી દેવા ચથાં સોનાક્ષી ઇવેન્ટમાં આવી નહોતી.
આ કિસ્સાની વિગત એવી છે કે આયોજકોએ ગયા વર્ષના સપ્ટેંબરમાં એક પ્રોગ્રામ યોજ્યો હતો. એ માટે સોનાક્ષીને નોતરવામાં આવી હતી. સોનાક્ષીએ આ પ્રોગ્રામ પેટે ૩૭ લાખ રૂપિયા વસૂલ કર્યા હતા પરંતુ છેલ્લી ઘડીએ પ્રોગ્રામમાં આવી નહોતી તેથી આયોજકને ભારે આર્થિક નુકસાન થયું હતું.
પોલીસ ફરિયાદ કરનારા માણસે ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે મેં સોનાક્ષીને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ એ છેલ્લી ઘડીએ આવી નહીં એટલે મને બહુ મોટું આર્થિક નુકસાન થયું હતું.
મુરાદાબાદના ડીએસપી ગજરાજ સિંઘે પોલીસ ફરિયાદ થઇ હોવાના સમાચારને સમર્થન આપ્યું હતું. જો કે સોનાક્ષી સિંહાએ આવું કશું બન્યું હોવાનો ઇનકાર કરતાં બદનામીનો વળતો કેસ કરવાની ધમકી ઉચ્ચારી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





