ગોધરા,તા.૨૩
તાના પ્રેમનો સારો અંત ન હોવાનું માનીને કેટલાય પ્રેમી યુગલો આત્મહત્યાનો રસ્તો અપનાવતા હોય છે. આવો જ એક કિસ્સો ગોધરામા બન્યો છે. ગોધરાના લીલેસરા ગામની સીમમાં ઝાડ ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાઇ પ્રેમી પંખીડાએ જીદંગી ટૂંકાવી લેતા ચકચાર મચી હતી. મૃતક પ્રેમી પંખીડા ગોધરા તાલુકાના દયાલ ગામના અને એક જ પરિવારના હતાં. પોતાની લગ્ન કરવાની બાબતે સમાજ નહીં સ્વીકારે એવા ડરથી બંનેએ જીંદગીનો હોળી પૂર્વે જ અંત આણી દેતા સ્વજનોમાં શોક છવાયો છે.
મળતી માહિતી પ્રમાણે ગોધરા તાલુકાના દયાળ ગામના ચારેલ ફળિયામાંરહેતાં એક જ કુટુંબના યુવક-યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. છગનભાઈ ચાલેની દીકરી તાં.૨૦ માર્ચના રોજ ગોધરા ખાતે બજારમાં ખરીદી કરવા આવી હતી. દરમિયાન કાળીબેન તેની માતા અને બહેનની નજર ચૂકવી ભાગી ગઈ હતી. સ્વજનોને યુવતીને પોતાના કુટુંબના જ કિરણ સાથેના પ્રેમ સંબંધના અંદેશા વચ્ચે કિરણ પણ ઘેર હાજર ન હતો.
જેથી શોધખોળ વચ્ચે લીલેસરા ગામની સીમમાં વૃક્ષ ઉપર યુવક અને યુવતી લટકેલી હાલતમાં મળી આવ્યા હોવાની જાણ થતાં પિતાએ ત્યાં તપાસ કરતાં બંને દોરડા વડે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. જેથી છગનભાઇએ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



