પૂણેમાં બોરવેલમાં પડેલા ૬ વર્ષના બાળકને ૧૬ કલાકના આૅપરેશન બાદ સુરક્ષિત બહાર કઢાયો

0
54

પૂણે,તા.૨૧
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આંબેગાવ તાલુકાના થોરાંદલે ગામમાં બોરવેલમાં ફસાયેલા ૬ વર્ષના માસૂમ બાળક રવિ મિલેને એનડીઆરએફની ટીમે ૧૬ કલાકની જદ્દોજહેમત બાદ બચાવી લીધો છે. બાળકને હાલ પુણેની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સવારે ૩ વાગ્યાની આસપાસ રવિ મિલેની પાસે પહોંચવામાં એનડીઆરએફની ૨૫ લોકોની ટીમને સફળતા મળી હતી. ઓપરેશન માટે બચાવ ટીમે આસપાસની જમીન ખોદવી પડી હતી. ડોક્ટરોની એક ટીમ એનડીઆરએફની ટીમ સાથે સતત રવિના સ્વાસ્થ્યની સમીક્ષા કરી રહી હતી. જે બોરવેલમાં રવિ ફસાયેલો હતો તે ખુબ સાંકડો હતો. જેના કારણે રવિની પાસે પહોંચવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. આસપાસનો વિસ્તાર ખોદીને રવિ સુધી પહોંચવામાં સફળતા મળી.
અત્રે જણાવવાનું કે બુધવારે બપોરે રમતા રમતા ૬ વર્ષનો રવિ ૨૦૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. બોરવેલમાં રવિ ૧૦ ફૂટે જઈને અટકી ગયો હતો. ઘટનાની જાણકારી મળતા જ એનડીઆરએફ, ફાયર અને સ્થાનિક પોલીસની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પુણેના જિલ્લાધિકારી નવલ કિશોર રામે ભરોસો વ્યક્ત કર્યો હતો કે બાળકને બચાવવા માટે પૂરેપૂરી કોશિશ કરીશું. બાળક ફક્ત ૧૦ ફૂટે જઈને અટકી ગયું છે. જા નીચે ઉતરી ગયો હોત તો કદાચ બચાવકાર્યમાં મુશ્કેલી પડી શકત. પરંતુ આમ છતાં બાળક સુધી પહોંચવાનો રસ્તો સરળ નહતો. બોરવેલની આસપાસની જમીન ખોદવામાં આવી. બાળકને પાઈપથી ઓકિસજન સપ્લાય થઈ રહ્યો હતો. બુધવારે રાતે ૮ વાગે એનડીઆરએફની ટીમે બચાવકાર્ય શરૂ કર્યુ હતું. સવારે ૩ વાગે બચાવ ટીમ બાળક સુધી પહોંચી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY