સાન ફ્રાન્સિસ્કો,તા.૧૬
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પહેલીવાર જાહેરમાં સ્વીકાર્યું છે કે, તેમણે ચીન માટે સેન્સર્ડ એપ બનાવી છે. સોમવારે રાતે અમેરિકન મેગેઝીન વાયર્ડની એનિવર્સરી સમિટમાં પિચાઈએ આ વિશે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, ચીન માટે તૈયાર કરવામાં આવેલી સર્ચ એપ ૯૯% સવાલોના જવાબ આપવામાં સક્ષમ છે. ગૂગલ આ એક્સપીરિમેન્ટ કરવા માંગતા હતા કે, આ પ્રકારની પ્રોડક્ટ કેવી રીતે કામ કરી શકે છે.
પિચાઈએ કહ્યું કે, અમે એ જાણવા માગતા હતા કે ગૂગલ ચીનમાં ફરી એન્ટ્રી કરે તો નવી સર્ચ એપ કેવી દેખાશે. તેથી કંપનીએ ગુપ્ત રીતે આ એપ તૈયાર કરી હતી. આ એપ વિશ્વસનીય છે અને નવી માહિતી સારી રીતે પૂરી પાડે છે.
પિચાઈએ ૨૦૧૬ની એક ઘટનાનું ઉદાહરણ પણ આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ચીનના સર્ચ એન્જિન બેદૂ પર કેન્સરની ખોટી માહિતીના કારણે એક વિદ્યાર્થીનું મોત થયું છે. આ કેસમાં ચીનના રેગ્યુલેટર્સે બેદૂ સામે તપાસ શરૂ કરી છે.
ગૂગલના સીઈઓએ કહ્યું કે, અત્યારે ચોકક્સ કહી શકાય તેમ નથી કે અમે ચીનમાં નવી એપ ક્્યારે લોન્ચ કરીશું. પરંતું અહીંના માર્કેટ પ્રમાણે આ ખૂબ મહત્વનો પ્રોજેક્ટ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



