ન્યુ દિલ્હી,તા.૧૬
સ્વદેશી બેન્કો સાથે નાણાંકીય લેવડ-દેવડમાં ઉચાપત કરીને વિદેશ ભાગી ગયેલ ભાગેડુઓ સામે સીબીઆઇએ મોટી સફળતા મેળવી છે. અબજા રૂપિયાના કૌભાંડો કરીને દેશમાંથી ભાગી છૂટેલા ભાગેડુઓ સામે સખત કાર્યવાહી કરવા માટે ઓગસ્ટમાં કડક કાયદાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કાયદા હેઠળ પહેલી વાર સફળતા પ્રાપ્ત કરતા બેંગ્લૂરુના ભાગેડુને બહરીનથી ઝડપીને ભારત પાછા લાવામાં સીબીઆઇ સફળ રહી છે.
નવ વર્ષ પહેલા બેંગ્લુરૂમાં મોહમદ યાહ્યાએ બેન્કો સાથે ૪૬ લાખ રૂપિયાની ઉચાપત કરી બહરીન ભાગી ગયો હતો. આ મામલો નિરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યાના કૌભાંડોની સરખામણીમાં નાનો છે, પરંતુ એજન્સી માટે આ સફળતા સકારાત્મક સંદેશ છે.
વર્ષો પહેલા યાહ્યા કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયો હતો. એજન્સીઓની માહિતી મુજબ તે બહરીનમાં છુપાયો હતો. જેની પર એજન્સીની ચાંપતી નજર હતી. હાલમાં જ તેની પર જરૂરી કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી હતી અને ભારત પાછો લવાયો હતો. સીબીઆઇએ તેની વિરૂદ્ધ ૨૦૦૯માં તપાસ શરૂ કરી હતી. જે પહેલા તે ભારતમાંથી પલાયન થઇ ચુક્યો હતો.
માહિતી મુજબ સીબીઆઇએ મોહમદ યાહ્યાના બહરીનમાં હોવાની પુષ્ટી આપ્યા બાદ બહરીન પોલીસે તેની ધરપકડ કરી હતી. તેને એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા બહરીનથી સીધો દિલ્હી લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી આગળની કાર્યવાહી માટે બેંગ્લુરૂ લઇ જવામાં આવ્યો હતો. સરકાર તરફથી હાલમાં ૨૮ ભાગેડુઓની લિસ્ટ બહાર પાડવામાં આવી છે. જેમાં ૬ મહિલા ભાગેડુઓ પણ સામેલ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




