મોરબી,તા.૨૭
ગુજરાત સરકાર દારૂબંધીની મોટી વાતો કરે છે પરંતુ જમીની હકીકત કઈક અલગ જ છે. દારૂબંધીનો શ્રેય લેતી સરકાર એ ભૂલી જાય છે કે વર્ષે દહાડે કરોડોનો દારૂ ઝડપાય છે ત્યારે દારૂબંધીની વાત પણ હાસ્યાસ્પદ લાગે છે સોમવારે રાત્રીના મોરબી નજીકથી ૪૭ લાખની કીમતનો દારૂનો જથ્થો આઇજી ની ટીમે ઝડપી લીધો હતો.
રાજકોટ રેંજ આઈજીની સુચનાથી આઇજી ની ટીમ મોરબી વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન મોરબી-માળિયા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક પસાર થવાની બાતમીને આધારે વોચ ગોઠવતા હાઈવે પરના અમરનગર ગામ પાસેથી પસાર થતી આર.જે. ૪૨ જીએ ૧૬૨૪ ટ્રકને આંતરીને તેની તલાશી લેવામાં આવી હતી જે ટ્રક આખી દારૂની બોટલોથી ભરેલી હોય, આઇજી ની ટીમે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઉતારી ગણતરી માંડતા ગાડીમાંથી અધધ ૯૧૪ વિદેશી દારૂની પેટી કુલ બોટલ ૧૦,૯૬૮ મળી આવી હતી જેની કીમત રૂપિયા ૪૭,૭૨,૪૦૦ થવા પામે છે તો તે ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળીને કુલ ૬૭,૭૩,૯૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી ટ્રકમાં સવાર નરેન્દ્રસિંહ અજીતસિઘ ભીડને ઝડપી લેવામાં આવ્યો છે
આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો પોરબંદર લઇ જતો હતો અને દારૂનો જથ્થો પંજાબ અથવા રાજસ્થાનથી મેળવતા હોવાની કબુલાત આપી હતી તેમજ અન્ય ૪ શખ્શોના નામો ખુલ્યા છે જેથી આઇજી ની ટીમે તે દિશામાં વધુ તપાસ ચલાવી છે. તો મોરબી માળિયા હાઈવે પર થોડા સમય અગાઉ જ લાખોનો દારૂનો જથ્થો ઝડપાયો હતો અને રાજકોટ રેંજની ટીમે ફરીથી સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી લાખોનો દારૂનો જથ્થો ઝડપ્યો છે જયારે ભાવનગરના શિહોરમાં પણ તાજેતરમાં મસમોટો દારૂનો જથ્થો ઝડપાયો હતો ત્યારે દારૂબંધીની વાતો કરતી સરકાર ખરેખર દારૂબંધી માટે ગંભીર બને તેવી માંગ લોકો કરી રહ્યા છે અને દારૂબંધીને રાજકીય મુદો ના બનાવતા ખરેખર દારૂબંધીનો કડક અમલ કરાવવામાં આવે તો જ યુવા પેઢીને બચાવી શકાશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"