ગુગલ-ફેસબુક વચ્ચે ગળા કાપ સ્પર્ધા

0
55

ઇન્ટરનેન્ટની દુનિયાની સૌથી મહત્વપૂર્ણ બાબત તેની ગતિશીલતા છે. તેમાં તમામ જે નવી ચીજા હોય છે તે ઝડપથી જુની થઇ જાય છે. આમાં નવી નવી સંભાવનાના દ્ધાર હમેંશા ખુલતા રહે છે.

સોશિયલ મિડિયાના પ્લેટફોર્મ દરરોજ નવા રંગ રૂપમાં આવી રહ્યા છે. તેમાં નવા નવા ફિચર્સ ઉમેરવામાં આવી રહ્યા છે. આ કવાયતનો મુખ્ય હેતુ વધુને વધુ લોકોને પોતાના મંચ તરફ આકર્ષિત કરવાનો હોય છે. આનુ કારણ ઇન્ટરનેટના માધ્યમથી થઇ રહેલી જંગી આવક પણ છે. સંખ્યાબળના કારણે આવક વધે છે. વિડિયો તેમાં એક મોટી ભૂમિકા અદા કરે છે. આનો એક મોટો હિસ્સો ગુગલની કંપની યુટ્યુબના હિસ્સામાં આવે છે. આની બિલકુલ વિરુદ્ધમાં હવે ફોટો શેયરિંગ માટે લોકપ્રિય ફેસબુકની કંપની ઇન્સ્ટાગ્રામની લોકપ્રિયતા પણ હવે વધી રહી છે. ઇન્સ્ટાગ્રામે પણ ધીમે ધીમે વિડિયોલાઇનમાં એન્ટ્રી કરી દીધી છે.

યુવા પેઢીમાં તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. ઇન્ટરનેટ પર બાદશાહતને લઇને જારી રહેલી આ લડાઇના કારણે સામાન્ય લોકોને વધારે ફાયદો થઇ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વધારે ફાયદો થનાર છે. આ હલચલના કેન્દ્રમાં પણ ફેસબુક અને ગુગલ જ છે. ગુગલ એકબાજુ યુટ્યુબ મારફતે વિડિયો બજારના એક મોટા હિસ્‌ પર પ્રભુત્વ જમાવે છે. જ્યારે બીજી બાજુ તેને ટક્કર આપવા માટે ફેબબુક ઇન્સ્ટાગ્રામમાં નવા નવા સુધારા કરે છે અને નવા નવા ફિચર્સ ઉમેરે છે. વિડિયો બજારમાં આને કારણે મોટા ફેરફાર થવાના સંકેતો દેખાઇ રહ્યા છે. ફોટો અને વિડિયો શેયરિંગ એપ ઇન્સ્ટાગ્રામ કંપનીને વર્ષશ ૨૦૧૨માં ફેસબુકે એક અબજ ડોલરમાં ખરીદી લીધી લીધી હતી. આની કિંમત આજે વધીને ૧૦૦ અબજ ડોલર સુધી પહોંચી ગઇ છે.

બ્લુમબર્ગ ઇન્ટેલિજન્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઇન્સ્ટાગ્રામના હાલમાં એક અબજ એક્ટવ યુજર છે. જેની સંખ્યા ટુંક સમયમાં વધીને બે અબજ સુધી પહોંચી જશે. આગામી પાંચ વર્ષના ગાળામાં જ તેના ગ્રાહકોની સંખ્યા ફેસબુક જેટલી પહોંચી જાય તેવી શક્યતા છે. અન્ય સોશિયલ મિડિયા સાઇટ્‌સની જેમ ઇન્સ્ટાગ્રામ પણ પોતાના ઇન્ટરફેસને સતત બદલે છે. જેમ કે ફોટગ્રાફિક્સ ફિલટર્સ, ,સ્ટોરીઝ, નાના વિડિયો, ઇમોજી, હૈશટૈગ જેવી બાબતોનો સમાવેશ થાય છે. ભવિષ્યની રણનિતીને ધ્યાનમાં લઇને ઇન્સ્ટાગ્રામે એક નવ શરૂઆત કરી છે. તે છે આઇજી ટીવી. આના મારફતે કોઇ પણ યુઝર એક કલાક સુધીના લાંબા વિડિયો અપલોડ કરી શકે છે. લાંબા વિડિયોનો અર્થ છે કે યુઝર વધારે સમય સુધી ઇન્સ્ટાગ્રામ પર સક્રિય રહેશે.

સ્વાભાવિક છે કે આ લક્ષ્ય આર્થિક અએને વ્યવહારિક દ્રષ્ટિકોણથી એપ તૈયાર કરનાર દરેક કંપની હાંસલ કરવા માટે ઇચ્છુક હોય છે. આનો સીધો ફાયદો ફેસબુકને મળશે. હજુ સુધી લોકો યુટ્યુબના પોતાના વિડિયોને ફેસબુકના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકપ્રિય બનાવી રહ્યા હતા. જેથી તેને જાવા માટે ગ્રાહકો ફેસબુકને છોડીને યુટ્યુબના પ્લેટફોર્મ પર જતા રહેતા હતા. જેથી ફેસબુકને વધારે લાભ થઇ રહ્યા ન હતા. તસ્વીરનો એક હિસ્સો એ પણ છે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્‌વટર, સ્લેપચૈટ અને યુટ્યુબ જેવી ઓનલાઇન સોશિયલ મિડિયા પ્લેટફોર્મના વધતા પ્રભાવના કારણે વ્યવહારિક કંપનીનુ વલણ સીધી રીતે જાહેરાતના બદલે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગની તરફ ગયુ છે. જેમ્ફો ઇન્ડયા ઇન્ફ્લુએન્ટસ રિપોર્ટ ૨૦૧૮માં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં યુવાનો પર ૮૦ ટકા વાસ્તવિક અથવા તો સંભવિત પ્રભાવ ઇન્સ્ટાગ્રામનુ રહેલુ છે.

આ આંકડા ફેસબુક અને ટ્‌વીટરના પ્રભાવથી વધારે છે. આ સર્વેના કહેવા મુજબ સોશિયલ મિડિયા ચેનલોના લોડિંગ ઇન્સ્ટાગ્રામ પર ૮૦ ટકા, ટ્‌વટર પર ૫૬ ટકા, ફેસબુક પર ૫૨ ટકા, યુટ્યુબ પર ૪૬ ટકા અને વોટ્‌સ એપ પર ૩૨ ટકા છે. ઇન્સ્ટાગ્રામની આ લોકપ્રિયતા તેના નવા વિડિયો પ્લેટફોર્મને લોકપ્રિય બનાવવા માટે કામ આવી શકે છે. આઇજી ટીવી યુટ્યુબને ટક્કર આપી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્સ્ટાગ્રામની લોકપ્રિયતામાં ઝડપથી તેજી આવી છે. લોકો તેના વિડિયોને ફેસબુક પર શેયર કરશે તો ઓડિયન્સ હરિફ કંપની ગુગલના પ્લેટફોર્મ યુટ્યુબ પર જવાના બદલે ફેસબુકની પોતાની કંપનીના પ્લેટફોર્મ પર રહેશે.

બીજી ખાસ બાબત એ છે કે આઇજી ટીવીના વિડિયો વર્ટિકલ રહેશે. આના કારણે ગ્રાહકોને પોતાના મોબાઇલ ઘુમાવવાની કોઇ જરૂર રહેશે નહી. યુટ્યુબના વિડિયો નિહાળવા માટે હાલમાં આમ કરવુ પડે છે. હકકતમાં ગુગલ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિડિયો સર્વિસ યુટ્યુબના સક્રિય ચાહકોની સંખ્યા દર મહિને ૧.૯ અબજ છે. ગ્રાહકોની દ્રષ્ટિથી આજની તારીખમાં યુટ્યુબનુ વિસ્તરણ ઇન્સ્ટાગ્રામ કરતા બે ગણુ છે. પરંતુ ફેસબુક દ્વારા સંચાલિત આ સેવા લાંબા વિડિયોના ક્ષેત્રમાં યુટ્યુબના જાહેરાત ક્ષેત્રને ટક્કર આપી શકે છે.એક બાબત તો નક્કી છે કે ઇન્સ્ટાગ્રામના લાંબા વિડિયોવાળા પ્લેટફોર્મને હજુ કેટલાક પડકારોનો સામનો કરવો પડશે જેમ કે કન્ટેન્ટ બનાવવાની સાથે સાથે રેવેન્યુ મોડલ માટે માળખુ તૈયાર કરવુ પડશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY