આ સમીકરણો પ્રભાવશાળી બની શકશે.

0
34

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેની શિખર મંત્રણાથી બંને દેશો વચ્ચે સંબંધો વધારે મજબુત બન્યા છે.

બંને દેશોના નેતાએ કહ્યુ છે કે સંબંધોમાં એક નવા દોરની શરૂઆત થઇ રહી છે. મોદી સાથે વાતચીત કરતા પહેલા બે દિવસ પૂર્વે જાપાનના વડાપ્રધાન શિન્ઝો બેજિંગ ગયા હતા. જ્યાં તેઓએ ચીનના પ્રમુખ શિ ઝિનપિંગ સાથે વાતચીત કરી હતી. ઝિનપિંગ સાથે વાતચીત બાદ પણ શિન્ઝોએ આવી જ વાત કરી હતી અને કહ્યુ હતુ કે જાપાન અને ચીન વચ્ચે સંબંધો વધારે મજબુત બનવા જઇ રહ્યા છે. સ્પષ્ટ થાય છે કે એશિયાના ત્રણ મહારથી ભારત, ચીન અને જાપાન વચ્ચે પારસ્પરિક સંબંધોના નવા સમીકરણ કેટલાક સારા સંકેતો આપી રહ્યા છે. તેમની વચ્ચે કેટલાક નવા પાસા જાડાઇ રહ્યા છે.જાપાને જે રીતે ભારતની સાથે ૭૫ અબજ ડોલરના કરેન્સી સ્વેપ એગ્રીમેન્ટ કર્યા છે તેવી જ રીતે ચીનની સાથે પણ ૨૯ અજ ડોલરની આવી જ સમજુતી કરવામાં આવી ચુકી છે. અમેરિકી ડોલરના પ્રભાવથી બચવા માટે આ સમજુતી કરવામાં આવી છે.

શુ આ સમીકરણ કોઇ એશિયન ગઠબંધનના સ્વરૂપમાં આવી શકે છે તેવી ચર્ચા હવે છેડાઇ ગઇ છે. આની શક્યતા છે પરંતુ આ બાબત એ વખતે શક્ય બની શકે છે જ્યારે હથિયારોના મોરચે ત્રણેય દેશો વચ્ચે વિશ્વાસનો માહોલ સર્જાય. દક્ષિણ અને પૂર્વીય ચીન સાગરમાં ચીનની આક્રમક નીતીના કારણે ભારત ચિંતાતુર છે. ત્યારે જાપાન પણ આને લઇને ચિંતિત છે. બંને આ વિસ્તારમાં ચીનને સંયુક્ત ખતરા તરીકે જુએ છે. આ મુદ્દા પર મોદી અને આબે વચ્ચે હિન્દ પ્રશાંત વિસ્તારમાં વ્યાપક વાતચીત થઇ છે. બંને નેતાઓએ કહ્યુ છે કે આ વિસ્તારમાં દરિયાઇ સુરક્ષાની ખાતરી કરવા માટે તેઓ અમેરિકા અને અન્ય દેશોની સાથે મળીને કામ કરશે. મોદી અને આબેએ ચીનના નામનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો.પરંતુ હિન્દ પ્રશાંત વિસ્તારમાં શાંતિ, સ્થરતા માટે કેટલાક પગલા લેવામાં આવી રહ્યા હોવાના હેવાલ મળી રહ્યા છે. બંને દેશોએ ચીન તરફ સ્પષ્ટ ઇશારો કર્યો હતો. સ્પષ્ટ છે કે ભારત અને જાપાન હિન્દ પ્રશાંત વિસ્તારમાં ચીનની વિસ્તારવાદી દરિયાઇ નીતિનો સામનો કરવા માટેની યોજના પર કામ કરી રહ્યા છે. આના માટે ભારત અને જાપાનની સેના લોજિસ્ટક્સ સમજુતી માટે આગળ વધી રહી છે.

ત્રણેય સેના વચ્ચે સંયુક્ત અભ્યાસને ભારે વિસ્તાર આપવા માટે પણ બંને દેશો રાજી થઇ ગયાછે. ભારત અને જાપાન વચ્ચે નજીકના મિત્રતા માટે એક કારણ ચીન પણ છે. પરંતુ હવે જ્યારે ચીન અને જાપાન પણ મિત્રતાની વાત કરવા લાગી ગયા છે ત્યારે માની લેવાની જરૂર છે કે ભારત, ચીન અને જાપાન પારસ્પરિક રાજકીય મતભેદો ભુલીને ત્રિપક્ષીય સહકારની દિશામાં આગળ વધશે. મોદી હમેંશા કહેતા રહ્યાછે કે ૨૧મી સદી એશિયાની સદી રહેશે. પરંત ભારત, ચીન અને જાપાન એક સાથે આવ્યા વિના આ શક્ય છે તે મોટો પ્રશ્ન છે. ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસોમાં જે રીતે જાપાન અને ચીન અને જાપાન અને ભારત વચ્ચે સાનુકુળ માહોલમાં વાતચીત થઇ છે તેનાથી લાગે છે કે ત્રણેય દેશો એક સાથે આવશે અને સાથે મળીને પ્રભાવશાળી મંચ બનાવશે. જેથી તેમની વચ્ચે સાનુકુળ વાતાવરણ પણ સર્જાશે.

ચીનના એકાએક ભારત અને જાપાન પ્રત્યે ઝુંકાવ માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આંધળી રાષ્ટ્રવાદની નિતી પણ છે. ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધ વધી જવાના કારણે ચીનની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયુછે. તે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાને અલગ રીતે અનુભવ કરે છે. જેથી તે ભારત અને જાપાન વચ્ચે સારી મિત્રતા રાખવા માટે ઇચ્છુક છે. ચીને ભારતની સાથે રહેલી વેપાર અડચણોને દુર કરવા માટે પગલા લેવાની શરૂઆત કરી દીધી છે. બંને દેશો વચ્ચે પારસ્પરિક વેપાર ૭૦ અબજ ડોલરની આસપાસનો છે. જે ચીન માટે ઓછુ મહત્વનુ નથી. બીજી બાજુ ચીન અને જાપાન વચ્ચે વેપાર ૩૫૦ અબજ ડોલરની આસપાસ છે. ભારત અને જાપાન વચ્ચે પરસ્પરિક વેપાર ગયા વર્ષે સવા ૧૩ અબજ ડોલરની આસપાસ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY