લો બોલો ટેન્કર સેટિંગ માં મળી I20 કાર ?

0
1523

કહેવાય છેને કે “પાપ છાપરે ચડી પોકારે “તે ઉક્તિ આજેપણ સાચી સાબિત થાય છે

થોડા સમય પહેલાં અંકલેશ્વરની એક કંપની માંથી પરોઢિયે એક પ્રદુષિત પાણી ભરેલું ટેન્કર નીકળ્યું અને તાકમાં  બની બેઠેલા જીએસટી અધિકારીઓ એ ટેન્કરનો પીછો કરી રાજપીપલા ચોકડી પહેલા એ શખ્સોએ બે લાખ ઉપરાંતનો તોડ કરી ટેન્કરનો જવાતો દીધું પણ પાછળથી ખેવાયછેકે વાલિયા બ્રિજના બીજે છેડે અગાઉથી અડિંગો જમાવી રાહ જોતી કથિત પોલીસે ટેન્કર પકડ્યું ને દમદાટી આપી જીપીસીબીના નામે તેને ફરી જીઆઈડીસીમાં લાઇ જઇ તાયફો કરી બીજા પાંચ લાખ ઉપરાંતનો તોડ થયો,ચોરનીમાં કોઠીમાં મો ઘાલી રડે તેમ ફેકટરી બંધ ન થવાના કારણે જીપીસીબીના ડરે અંદાજે સાત લાખની રકમ હરામખોર પ્રદુષણ ફેલાવનાર ફેકટરીવાળા ની નિતીરીતિના પરિણામે કેટલાકની દિવાળી સુધરી પણ જીપીસીબી ચોક્કની બની ગઈ પણ કાશ ઘોડા છૂટ્યા બાદ તાબેલે તાળા જેવી સ્થિતિ સર્જાઈ

આ સમગ્ર મામલી કોઈ મનીષ નામના શખ્સની ભૂમિકાની આસપાસ ફરી રહ્યો છે ત્યારે એ મનીષ કોણ? આ વિષય ની તપાસ માત્ર આઈ ટેન કાર વેચનાર ડીલરને ત્યાંથી શરૂ થાય કે કોણે કેટલી ગાડી કઈ રીતે રોકડા કે ચેકથી સિંગલ પેમેન્ટમાં છેલ્લા ચાર દિવસ માં છોડાવી અને એમના નામની કોલ ડિટેલ મેળવાય તો તાત્કાલિક તોડબાજી કરનાર તથા કરાવનારના નામ મળે આ જવાબદારી તંત્ર અને પત્રકારોજ કરી શકે એજ સાચી દિશાની તપાસ કહેવાય 

લીહી ચાખી ગયેલા કથિત તોડબાજો ને અન્યોની આંખ ખુલી જતા ફરી એકવાર દિવાળીનો રજા નો લાભ લેવાગયેલા ફેક્ટરીવાળા લોભીયાએ કહેવાય છેકે ફરી અજ્ઞાત કેમિકલનું પ્રદુષિત પાણી કે બે નંબરનું કેમિકલ ભર્યું ને પકડાપકડીમાં મહારત હાસિલ કરેલા ઈસમોએ બે દિવસ પહેલા ટેન્કર પકડ્યું ને દિવાળી બાદ દિવાળી સુધારી લીધી હોય તેમ જીપીસીબીના ડરે ટેન્કર ભરાવનારે ફરી કહેવાય છે કે બે આઇટેન ગાડીઓની ભેટ ધરવી પડી ત્યારે આ ભરૂચ જિલ્લામાં તોડ બાજો કોણ ની ચર્ચાએ જોર પકડ્યું છે કે નવી આઇટેન કે ટવેન્ટી કોની પાસે આવી એ શોધ શરૂ થઈ છે ને ખેવાયછે કે ટૂંક સમયમાંજ સમગ્ર મામલો પ્રકાશમાં આવે તો નવાઈ નહીં
ખેર એ વિષયમાં જીપીસીબીની કોઈ ભૂમિકા ખરી? એ પ્રશ્ન પણ અંકલેશ્વર પાનોલી ઝગડીયાના ઉદ્યોગકારોમાં ચર્ચાની એરણે છે ત્યારે આવિષયે વારંવાર તોડબાજી થાય છે ત્યારે જીબીસીબીનું વિજીલિયન્સ શુ કેવડિયાના આટા ખાય છે કે બીજું કાંઈ ખાય છે તે પણ અધિકારીઓમાં ગણગણાટ નો વિષય બન્યો છે.આવિષયે કેટલાક એનજીઓ પણ સતર્ક બન્યા છે ત્યારે લોભિયા હોય ત્યાં ધૂતરા ભૂખેન મેરે તેવી સ્થિતિ હાલ વર્તાય છે

મામલી એટલે જીપીસીબી માટે સંગીન છે કે આવા રોજના કેટલા ટેન્કરી નીકળતા હશે? અને આ પ્રદુષિત કેમિકલ કે એસીડ ક્યાં ઠલવાતો હશે?

વિષય ગમેતે હોય જીપીસીબી કે પોલીસની ભૂમિકા શુ!?
શુ તોડબાજી કરનારાઓ અધિકારીઓ કરતા એક ડગલું આગળ છે? અને આવા પ્રદુષિત પાણીનો વેપલો કેટલા સમયથી ચાલે છે આ વિષયો ચર્ચાની ચગડોળે ચડ્યા છે .

ધનંજય ઝવેરી 9878496257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY