નવસારી, તા.૨૦
ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર ઘ્વારા રવિવારે તા.૨૧/૧૦/૨૦૧૮ ના રોજ ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષાની જગ્યા ઉપર ભરતી માટેની પ્રિલીમિનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાનું સરળ અને સુચારુ સંચાલન થાય, જાહેર પરીક્ષાની ગુણવત્તા અને વિશ્વસનીયતા જળવાઇ રહે અને પરીક્ષાર્થીઅો શાંત અને સ્વસ્થચિતે પરીક્ષા આપી શકે એ માટે નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ ડા÷.એમ.ડી.મોડિયાએ મળેલી સત્તાની રૂએ નવસારીના પરીક્ષા કેન્દ્રોની અને બિલ્ડીંગની હદથી ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્તારમાં કોઇપણ વ્યકિતએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર, મોબાઇલ લઇ જવા ઉપર કે પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારમાં લાઉડ સ્પીકર વગાડવા કે અવાજ મોટો કરવાનું કોઇ યંત્ર વગાડવા, પરીક્ષા કેન્દ્રની આજુબાજુમાં ટોળા ભેગા થવા,કોઇ અનઅધિકૃત વ્યકિત પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ, અનધિકૃત લેખન સામગ્રી પરીક્ષામાં કેન્દ્રમાં લઇ જવા ઉપર તથા પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો પર તા.૨૧/૧૦/૨૦૧૮ ના રોજ સવારે ૧૦-૦૦ થી ૧૮-૦૦ કલાક દરમિયાન ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ બીનજામીનલાયક શિક્ષાને પાત્ર ગણાશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


