સુરત શહેરમાં જોરદાર ઠંડી વચ્ચે તસ્કરોએ ઉપાડો લીધો
સુરત, તા. ૩૦
કતારગામ અને ઉમરા પોલીસ મથકની હદમાં ચોરીના બે બનાવમાં રૂ. ૩.૪૦ લાખની મતા ચોરાઈ હતી.
પ્રથમ બનાવમાં આરગામ મગનનગર-૨, ધ્રુવી એપાર્ટમેન્ટના ફલેટ નં. ૨૦૨ માંથી અજાણ્યા તસ્કરો રોકડા રૂ. ૩૨ હજાર, સોનાના દાગીના, મોબાઈલ ફોન મળી કુલ્લે રૂ. ૧.૫૪ લાખની મતા ચોરી કરી ગયા હતા. બનાવ ફલેટ માલિક કાજલબેન જયસુખભાઈ ગડીયાએ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં પીપલોદ નંદિની પાર્ક ઘર નં. ૫૮માંથી અજાણ્યા તસ્કરો વિદેશી ચલણી સહિત સોનાની દાગીના મળી કુલ્લે રૂ. ૧,૯૫,૫૨૦ની મતા ચોરી કરી ગયા હતા. ઘરમાલિક પ્રતિક નીલેશ ઝવેરીએ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ઉકત બન્ને ચોરીના બનાવો સંદર્ભે પોલીસ તપાસ આદરી છે. અને ચોરીના સ્થળો પાસેના સીસી ટીવી ફૂટેજ પોલીસે એકત્ર કર્યા હોવાનું પણ જાણવા મળે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



