શહેરના ગોલેશ્વર મંદિર ખાતે ભારે ઉત્સાહ સાથે તુલસી વિવાહ આયોજન કરાયું
કારતક સુદ અગિયારસને આજે તુલસી અને દેવ ઉઠી અગિયારસ છે ત્યારે સૌરાષ્ટ્રના ગામોગામ પવિત્ર તુલસી અને શાલીગ્રામ નો રંગેચંગે લગ્ન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે વિવિધ રીતે ભગવાનની જાન સામૈયા સેરા જેવા માંગલિક પ્રસંગો આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે
હળવદમાં ગોકુલેશ્વર ગોપી મંડળ અને અંબે ગરબી મંડળ ના સહયોગથી રેલવે ટેશન રોડ પર આવેલ ગોલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય રીતે તુલસી વિવાહ ની ઉજવણી કરાઇ હતી સમગ્ર શહેર ગોકુળ મથુરા વૃંદાવન માં ફેરવાયું હતું આ સાથે જ હળવદના મુખ્ય માર્ગો પર ઠાકોરજી નો ડી.જે ની સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ભાવભેર જોડાયા હતા
છોટા કાશી તરીકે જાણીતા બનેલા હળવદ શહેરમાં આજરોજ કારતક સુદ ૧૧ ને સોમવારના રોજ ભવ્ય તુલસી વિવાહ અંબે ગરબી મંડળ અને ગોપી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તુલસી માતા ને ભલભાદી કાપડુ ઉપર મોરજણી ઢીંગલીઓ પગમા કુંડલા સહિતના આભૂષણો પહેરાવવામાં આવ્યા હતા આ સાથે જ ચોરીએ ચડવાનો ભારે જગમાટ જોવા મળ્યો હતો આ તુલસી વિવાહ મા રાસ ગરબા ગણેશ સ્થાપના મંડપ મુર્હત મોમેરુ ફુલેકુ તેમજ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું ગોપી મંડળ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ ઠાકોરજી ની જાન સજી-ધજીને પરણવા આવતા આકર્ષણ કેન્દ્ર બની હતી બીજી તરફ હળવદમાં સૌપ્રથમવાર મહિલાઓ દ્વારા તુલસી વિવાહનુ જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજનને સફળ બનાવવા ગોપી મંડળ ની મહિલાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી
મયુર રાવલ હળવદ : મો 9909458555
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






