સામખિયાળીના આધોઇ છાયાવાડી વિસ્તારમાંથી દોઢ લાખનો દારૂ પકડાયો

0
53

ભુજ કચ્છ: સામખિયાળીના આધોઇ છાયાવાડી વિસ્તારમાં પોલીસે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આધોઈના છાયાવાડી વિસ્તાર ખાતે પકડાયેલા આરોપીનો નામ નીચે મુજબ છે: રામજી કાનજી કોળીની વાડીએ દરોડો કરતા આરોપીઓ રવિન્દ્ર જેઠાલાલ ચૌહાણ (ઉ.વ.20 રહે.ભારતનગર ,ગાંધીધામ),રામસીંગ હોથીભાઈ કોળી (ઉ.વ.28 રહે.ભારતનગર ,ગાંધીધામ), સમીરભાઈ નરેશભાઈ સથવાર (ઉ.વ.21 રહે.ભારતનગર ,ગાંધીધામ), રામજી કાનજી કોળી (રહે. છાયાવાડી આધોઇ તા.ભચાઉ) વાળા એક બીજાની મદદગીરીથી ભારતીય બનાવટનો પરપ્રાતિય ઇંગલિશ દારૂની 75 એમ.એલ.ની કુલ બોટલો નંગ 336 તથા બિયર ટીન નંગ 296 જેની કુલ કી.રૂ.1,47,200નો ગેરકાયદેસર વગરવ પાસ પરમીટ પોતાના કબ્જામાં રાખી તથા દારૂની હેરાફેરીમાં વપરાયેલા ટાટા તીયાગો કાર રૂ.6 લાખ તથા હીરો સ્પેલન્ડર કી.રૂ.25000 એમ કુલ રૂ.7,72,200 મુદામાલ જપ્ત કરવમાં આવેલ છે.

આ કામગીરીમાં સામખીયાળી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ.આર. વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.પી. જાડેજા, એ.એસ.આઇ. ભુપેન્દ્ર સિંહ જાડેજા,સુભાષભાઈ રાજગોર,ભરતભાઈ જાદવ, મહેન્દ્રસિંહ સોલંકી,ધ્રુવદેવસિંહ ઝાલા,જયકિશનસિંહ ઝાલા, અર્જુનસિંહ જાડેજા વગેરે આ કામગીરીમાં જોડાયા હતા.

ગૌતમ બુચિયા
9714065495

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY