પાકિસ્તાનમાં સત્તારૂઢ થયેલી ઇમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાન સરકાર ભારત સાથે સારા સંબંધ સ્થાપિત કરવાની બાબત રજૂ કરી રહી છે પરંતુ આ બાબત એ વખત સુધી કોઇ ફાયદો કરાવશે નહીં જ્યાં સુધી પાકિસ્તાન દ્વારા ભારતના અપરાધીઓ અને ત્રાસવાદીઓ સામે કોઇ પગલા લેશે નહીં. ઇમરાન ખાનને પહેલા વિશ્વાસ નર્માણના પગલા લઇને વિશ્વાસ અપાવવો પડશે.
પાકિસ્તાનની સરકાર ત્રાસવાદ સામે કાર્યવાહી કરવાથી ખચકાટ અનુભવ કરી રહી છે. ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે ભારત અને અમેરિકા સહિતાના દેશો દ્વારા જારદાર દબાણ લાવવામાં આવી રહ્યુ હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આંતરરાષ્ટ્રીય દબાણની પણ અવગણના કરવામાં આવી છે. આના માટે કેટલાક કારણો છે. જે પૈકી એક કારણ એ છે કે પાકિસ્તાની સરકારને ભય છે કે જા કુખ્યાત ત્રાસવાદી હાફિઝ સઇદ અને અન્યો સામે પગલા લેવામાં આવશે તો તેમની સરકાર સામે ખતરો સર્જાઇ જશે અને દેશમાં અશાંતિ ફેલાઇ જશે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને પાકિસ્તાન સરકાર ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરી રહી નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને હજુ સુધી કાર્યવાહી કરવાના કોઇ સંકેત આપ્યા નથી. હાફિઝ સઇદ અને તેના સંગઠનોની સામે કોઇ કાર્યવાહી નહીં કરવાની વાત કરી છે. જમાત ઉદ દાવા અને ફલાહ એ ઇન્સાનિયતની સામે કાર્યવાહી કરવાની વાતને ફગાવી દીધી છે. આ એજ અબ્બાસી છે જે પહેલા ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા હતા. હવે ગુલાંટ મારી ચુક્યા છે. એક સપ્તાહ પહેલા જ કહેવામાં આવી રહ્યુ કહ્યુ હતુ કે સઇદના પાકિસ્તાન સ્થત જમાત ઉદ દાવા અને ફલાહ એ ઇન્સાનિયત પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. હવે ગુલાંટ મારી રહ્યા છે.
પાકિસ્તાન સરકારને ભય છે કે હાફિઝ સામે કાર્યવાહી કરવાની સ્થતીમાં તેમની સરકાર સામે ખતરો ઉભો થઇ શકે છે. તેમની સામે નારાજગી વ્યક્ત કરીને લોકો મેદાનમાં આવી શકે છે. પાકિસ્તાનમાં અરાજકતા ફેલાઇ શકે છે. પાકિસ્તાન ત્રાસવાદીઓના મુખ્ય કેન્દ્ર તરીકે છે. મોટા ત્રાસવાદી પાકિસ્તાનમાં સંતાઇને રહે છે. અનેક વૈશ્વિક ત્રાસવાદીઓ પાકિસ્તાનને તેમના માટે સ્વર્ગસ્માન ગણે છે. પાકિસ્તાન ત્રાસવાદીઓના કેન્દ્ર તરીકે છે તે વાત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કરી છે. છતાં વૈશ્વિક સમુદાય દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. લશ્કરે તોયબાના લીડર ફાફિઝ સઇદને વર્ષ ૨૦૧૪માં અમેરિકા આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી તરીકે જાહેર કરી ચુક્યુ છે. તેના પર વર્ષ ૨૦૧૨માં એક કરોડ ડોલરનુ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ. અબ્બાસીનુ નિવેદન દર્શાવે છે કે ત્રાસવાદીઓના ભયથી પાકિસ્તાન સરકાર પોતે ભયભીત છે અને કાર્યવાહી કરવા માટેની હિમ્મત પાકિસ્તાન સરકારમાં નથી.
ભારતના પુરાવાને પાકિસ્તાન સરકાર ભયના કારણે પુરાવા તરીકે ગણતી નથી. ત્રાસવાદીઓ પર પાકિસ્તાન સરકારનુ કોઇ નિયંત્રણ નથી. પાકિસ્તાન ભારતને સલાહ આપે છે કે જા તેની પાસે કોઇ નક્કર પુરાવા છે તો તે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રજૂ કરી શકે છે. પાકિસ્તાન સરકાર સારી રીતે જાણે છે કે જા ત્રાસવાદીઓ સામે કોઇ પગલા લેવામાં આવશે તો તેમની સરકાર સામે ખતરો સર્જાઇ જશે. ત્રાસવાદીઓને યોગ્ય જવાબ આપવા માટેનો સમય આવી ગયો છે. હાફિઝ પાકિસ્તાન માટે મોટા પડકાર તરીકે છે. તેની સામે પાકિસ્તાન કાર્યવાહી કરી શકતુ નથી.પોતાના દેશમાં હુમલાને રોકવા અને લોકોને સુરક્ષિત રાખવાની તમામ દેશને સત્તા છે. ત્રાસવાદીઓ સામે ચોક્કસપણે નિર્ણાયક કાર્યવાહી થઇ શકે છે. જ્યાં સુધી ત્રાસવાદીઓ અને તેમના આકાઓને યોગ્ય બોધપાઠ ભણાવવામાં આવશે નહી ત્યાં સુધી ભારતમાં હુમલા જારી રહેશે. સરહદી વિસ્તારમાં સર્વોચ્ચ તકેદારી વધારી દેવાની જરૂર છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




