ન્યુ દિલ્હી,તા.૧૮
હવે કેન્સર, હૃદય અને ફેફસાની ખરાબીથી બિમાર પડતા દદૠઓની સારવાર જિલ્લા સરકારી હોસ્પિટલોમાં થશે. દેશભરની સરકારી હોÂસ્પટલમાં સરકાર ખાનગી ભાગીદારીથી નવી સુવિધાઓનું નેટવર્ક ઉભું કરવાની તૈયારી કરી રહી છે. આ નેટવર્કથી ગરીબ લોકોને ગંભીર બિમારીમાં પણ સરકારી હોસ્પિટલમાં જ સારવાર મળી શકશે. ખાનગી દવાખાનાના તગડા બિલ ભરવામાંથી મુક્તિ મળશે. નીતિ પંચે ગઈકાલની બેઠકમાં આ મુદે નવા દિશા-નિર્દેશક જારી કરી દીધા હતા.
સરકારી અને ખાનગી ભાગીદારીના મોડેલ મારફત દેશની ૭૦૦ સરકારી હોસ્પિટલોમાં ખાનગી હોસ્પિટલોનાં સેન્ટર તૈયાર કરવામાં આવશે. આ જ સેન્ટરોમાં કેન્સર હૃદયના રોગી અને ફેફસાના દદૠઓની સારવાર થશે. દરેક જાતની ચકાસણી અહી જ કરવામાં આવશે. નીતિ પંચના પ્રમુખ અમિતાભ કાન્તે એવી માહિતી આપી છે કે, બે વર્ષ સુધી આ બાબતે મંથન થયા બાદ નક્કર કામગીરી શરૂ થશે. નવી ગાઈડલાઈનથી ખાનગી ક્ષેત્રનો સહયોગ સરળતાથી મળશે અને દેશમાં ગંભીર બિમારીઓ માટે વિશ્વસ્તરિય પાયાની સુવિધાનું નેટવર્ક બનશે. દેશમાં ગંભીર બિમારીની સંખ્યા વધી રહી છે અને ગરીબ લોકોને ખાનગી દવાખાનાના તોતિંગ બિલ પોસાતા નથી પરિણામે અનેક દદૠઓ ભોગ બને છે. આ કરાર મુજબ દવાખાનામાં જે પ્રાઈવેટ સેન્ટર ઉભા થશે ત્યાં દરેક ચકાસણીની મશીનો કંપનીએ જ સ્થાપવાની રહેશે. જે લોકો આયુષ્માન ભારતના લાભાર્થી ન હોય તેમના માટે આ સુવિધા ખુબ જ ઉપકારક નીવડશે તેમ સરકાર માને છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


