જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને પુર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ની પુત્રી સાથે પ્રેમ સંબંધ મામલે ઘરમાં ઘુસી તોડફોડ બે વાહનો સળગાવી નંખાયા

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે જિલ્લા પંચાયતના સદસ્ય ના પતિ અને પુર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ની પુત્રીના પ્રેમીના ઘરે જઈ આંતક મચાવી પ્રેમી યુવકને અને પરિવારજનોને માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી વાહનો સળગાવી નાખતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે.

આ ચકચારી પ્રેમપ્રકરણ અને ડખ્ખાની વિગત જોઈએ તો હળવદના ડુંગરપુર ગામે રહેતા ભરતભાઇ અલુભાઇ આકરીયા ઉ. ૪૦ ના પુત્ર અનિલને સામેવાળા હનુભાઈની પુત્રી સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હોય જે સામ વાળાને ગમતું ન હોવાથી ગઈકાલે આરોપી (૧) હનુભાઇ જેસીંગભાઇ વિઠલાપર (૨) અશ્વિનભાઇ હનુભાઇ વિઠલાપરા (૩) ઘીરૂ ઉર્કે ધારા દિપકભાઇ (૪) અક્ષયભાઇ મગનભાઇ તમામ રહે. ડુંગરપુર વાળાઓએ એક સમ્પ કરી ફરિયાદીના ઘર ઉપર હુમલો કરી વાહનો સળગાવી નાખ્યા હતા.

આ મામલે ફરિયાદી ભરતભાઇ આકરિયાએ હળવદ પોલીસ મથકમાં ઘટના અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૪૩૫, ૪૨૭, ૪૫૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જીપી એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આ કિસ્સામાં અનીલને આરોપી હનુભાઇની દિકરી સાથે છેલ્લા બે ત્રણ વર્ષથી પ્રેમ સબંધ હોય જે આરોપી હનુભાઇને ગમતુ ન હોય જેનુ મનદુખ રાખી આ કામના આરોપીઓએ તેમના દિકરા અનીલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અગાઉ આ તમામ લોકોને ગામ છોડી ચાલ્યા જવા મજબૂર કર્યા હતા.
જ્યારે ગઈકાલે હુમલો કરી ફરીયાદીના ભાઇ રામજીને ગાળો આપી ફરીયાદીના ઘરમાં અપ પ્રવેશ કરી ઘરમાં તોડ કોડ નુકસાન કરી તેમજ ફરીયાદીના માલીકીના વાહનો છકડો રીક્ષા તથા ટેમ્પો ૪૦૭ ઉપર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી સળગાવી દઇ કુલ કિંમત રૂ. ૭૦,૦૦૦ નુ નુક્શાન કરી તેમજ સાહેદ લીલાબેન તથા મીતલને લાકડી ધોકા વડે મૂંઢ મારી ઇજા કરી ગુનામાં એકબીજાને મદદગારી કરી જીલ્લા મેજીસ્ટ્રેટના હથીચાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા બાબત હાલ પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે.
જો કે પ્રેમ પ્રકરણના આ ડખ્ખામાં રાજકીય વગના જોરે સમગ્ર મામલો દબાવી દેવા તેમજ પોલીસ કાર્યવાહી ન કરવા પણ ભારે દબાણ હોવાનું બહાર આવ્યું છે.
મયુર રાવલ હળવદ
મો 9909458555જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




