અમદાવાદ,તા.૨૮
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની સૂચનાથી ફાયર બ્રિગેડ દ્વારા શહેરનાં ૬૦૦થી વધુ કોમર્શિયલ બિલ્ડિગની ફાયર સેફ્ટીને ‘અપ ટુ ડેટ’ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા જે તે વિસ્તારનાં કોમર્શિયલ બિલ્ડિગની જવાબદાર બે વ્યક્તિ સાથેની કુલ આઠ બેઠક યોજાઈ ગઈ છે. દરમિયાન ફાયર બ્રિગેડ વિભાગની સેવાને પણ અપગ્રેડ કરવાની હિલચાલ આરંભાઈ છે, જે માટે તંત્ર દ્વારા ચાર ઉચ્ચ અધિકારીઓની નિમણૂક પણ કરાઈ છે.
શહેરીજનોના જાનમાલનું આગ, અકસ્માત, ભૂકંપ જેવી માનવસર્જિત કે કુદરતી આફતોમાં જીવના જાખમે રક્ષણ કરનાર ફાયર બ્રિગેડ વિભાગ અત્યાર સુધી મ્યુનિસિપલ સત્તાવાળાઓની અવગણનાનો ભોગ બનતો આવ્યો છે. જાંબાઝ ફાયરમેનના યોગ્ય સુવિધા ધરાવતા ક્વાર્ટર્સ સહિતની અન્ય વાજબી જરૂરિયાતો પ્રત્યે તંત્ર દ્વારા સતત ઉપેક્ષા કરાઈ છે. નવા ફાયર સ્ટેશન ઊભા કરાઈ રહ્યાં છે, પરંતુ એક પણ ફાયર સ્ટેશન ખાતે ફાયર ઓફિસર નથી. ફાયર બ્રિગેડ વિભાગમાં દાયકાઓ જૂના શેડ્યૂલની આજે પણ અડધોઅડધ જગ્યા ખાલી પડી છે.
જો કે હવે ફાયર બ્રિગેડનાં પ્રશ્નો સંદર્ભે ખુદ કમિશનર વિજય નેહરાએ અંગત રસ દાખવ્યો છે. કમિશનર નેહરા દ્વારા વહીવટ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર. કે. મહેતા, ફાયર બ્રિગેડનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મૂકેશ ગઢવી, ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તૂર અને ચીફ એકાઉન્ટન્ટ અમિષ શાહ એમ ચાર ઉચ્ચ અધિકારીની કમિટીનું ગઠન કરાયું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


