માળિયા મીયાણા નજીક હરીપર ગામ પાસે ડમ્પર પાછળ કન્ટેનર ઘુસી જતા ટેઇલર ચાલક સહિત કલીન્ડરનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.બનવાની જાણ થતા પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી.
બનવાની મળતી વિગત મુજબ બપોરના સુમારે કચ્છ તરફથી આવતુ કન્ટેનર જીજે ૧૨ બી ડબ્લ્યુ ૧૦૨૨ મીઠુ ભરીને આગળ જતા ટ્રક જીજે ૧૨ એયુ ૫૪૨૭ પાછળ ઘુસી જતા ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતએટલો ગંભીર હતો કે તેમાં હીરાલાલ રામચંદ્ર ભગત (ઉ.૩૩) અને ચંદન (ઉ.૨૫) નું ધટના સ્થળે મોત નીપજ્યું હતું.ધટનાની જાણ થતા ૧૦૮ ટીમના ઇએમટી દીપકભાઈ ચુડાસમા અને દાઉદભાઈ અધામ સહિતની ટીમ પહોચી હતી અને રાહત કામગીરી શરુ કરી હતી.અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડિવાઈડર પર ચડી ગયો હતો અને હાઈવે પર ટ્રાફિકજામના દર્શ્યો જોવા મળ્યા હતા. એટલો ગંભીર હતો કે મીઠુ ભરેલ ટ્રક ડિવાઇડર પર ચડી ગયુ હતુ અને કચ્છ હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.ધટનાની જાણ થાત માળિયા પોલીસે ધટના સ્થળે પહોચીને ટ્રાફિક દુર કરવાયો હતો અને ફસાઈ ગયેલ મૃતદેહને બહાર કાઢીને પી,એમ. માટે ખસેડવામાં આવ્યો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




