પ્રભાસની સાથે દીપિકાને ચમકાવવા માટેની તૈયારી

0
18

મુંબઇ,તા. ૨૨
ફિલ્મ બાહુબલીની વિક્રમી સફળતા બાદ હવે પ્રભાસને લઇને ફિલ્મો બનાવવા માટે નિર્માતા નિર્દેશકો પ્રયાસ કરવામાં લાગી ગયા છે. પ્રભાસે હજુ સુધી બોલિવુડમાં એન્ટ્રી કરી નથી પરંતુ તેના પર તમામની નજર છે. તે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે હોટકેક બનેલા સ્ટાર તરીકે છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અભિનેત્રી શ્રદ્ધા કપુર એક ફિલ્મમાં તેની સાથે કામ કરવા જઇ રહી છે. સાહો ફિલ્મમાં આ બન્નેની જાડી જાવા મળનાર છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો બોલિવુડની પ્રથમ ફિલ્મમાં તેની સાથે દીપિકા નજરે પડી શકે છે. એમ કહેવામાં આવે છે કે પ્રભાસ ટુંક સમયમાં જ બોલિવુડમાં એન્ટ્રી કરી લેશે. આ ફિલ્મને ત્રણ વર્ષ પહેલા જ મંજુર કરવામાં આવી હતી. એવુ પણ જાણવા મળ્યુ છે કે ફિલ્મના નિર્માતા દીપિકાનો સંપર્ક પણ કરી ચુક્યા છે. જા કે વાતચીત હાલમાં જારી છે. દીપિકાએ ફિલ્મને લઇને હજુ સુધી કોઇ મંજુરી આપી નથી. તે નવી ફિલ્મમાં અન્ય કલાકારો સાથે જાવા મળી શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે જા દીપિકા સાથે વાત બનશે નહી તો આલિયા ભટ્ટ અથવા તો કેટરીના કેફને લેવામાં આવી શકે છે. જા કે દીપિકા માની જાય તેમ માનવામાં આવે છે. કારણ કે પ્રભાસ સાથે ફિલ્મ કરીને તેની લોકપ્રિયતા અનેક ગણી વધી શકે છે.
દિપિકા બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે છે. તે બોલિવુડમાં સૌથી વધારે માંગ પણ ધરાવે છે. આવી Âસ્થતીમાં સૌથી લોકપ્રિય જાડીને એક સાથે લઇને ફિલ્મ બનાવવા માટેની તૈયારી હવે શરૂ કરવામાં આવી ચુકી છે. પ્રભાસ માટે કેટલાક નવા નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે પરંતુ તે હાલમાં તેની શ્રદ્ધા સાથેની ફિલ્મ પર ખાસ ધ્યાન આપી રહ્યો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY