ચેન્નાઈ,તા.૨૧
દર્દીઓ પાસે માત્ર ૨ રૂપિયા લઈને તેમની સારવાર કરનાર ચેન્નાઈના જાણીતા ડાક્ટર જયાચંદ્રનનું નિધન થયું છે. ડા.એસ.જયાચંદ્રન ‘૨ રૂ ડૉક્ટર’ (2rs.Doctor)ની સાથે સાથે ‘મક્કલ મારુથુવર’ના નામથી પણ જાણીતા છે. તેમને ફેફેસામાં ઇનફેક્શન હતું, જેના કારણે તેઓ લાંબા દિવસોથી બીમાર હતા. દક્ષિણ દિલ્હીમાં હાજર તેમના ઘર પર હજારો લોકોની ભીડ તેમને છેલ્લી વિદાય આપવા પહોંચ્યા છે.
પ્રારંભિક દિવસોમાં ડા.જયાચંદ્રન તેમના દર્દીઓ પાસે ફક્ત ૨૫ પૈસા લેતા હતા. તેમણે ૧૯૭૦માં ચેન્નઈના ઓલ્ડ વોશરમેનપેટ)થી પોતાના જૂના ઘરે પોતાના કામની શરૂઆત કરી હતી, ત્યારબાદ પોતાના ક્લિનિકને કાસીમેડ્ડુમાં શિફ્ટ કર્યું હતું.
જાણીએ ડા.જયાચંદ્રનને લગતી ખાસવાતો….
૧. ડા. જયાચંદ્રને મદ્રાસ મેડિકલ કોલેજથી અભ્યાસ કર્યો અને ડાક્ટરની શરૂઆત વર્ષ ૧૯૭૦માં પોતાના ઘરેથી કરી હતી.
૨. ડા.જયાચંદ્રન હંમેશાંથી ચેન્નાઇના ગરીબ લોકોની મદદ કરવા માંગતા હતા, તેથી તેમણે ક્યારેય તેમની પાસેથી ફી નહતી લીધી.
૩. તેમણે ક્યારેય ડોનેશન પણ નથી લીધું, અને પૈસા ડોનેટ કરનારાઓ પાસેથી હંમેશા જરૂરિયાત લોકોને દવાઓ આપવાનું કાર્ય કર્યું છે.
૪. ડા.જયાચંદ્રનને તેમના આ કામ માટે ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૮માં નાઈટહુડ એવોર્ડ, વર્ષ ૨૦૧૨માં લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ, ૨૦૦૫, ૨૦૦૬ તેમજ ૨૦૦૯માં ડોક્ટર્સ ડે અને વર્ષ ૨૦૧૬ માં પદ્મશ્રી માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



