રાજપીપળા નાગરિક બેંકના ચેરમેન-ડિરેકટર સામેના કેસ પાછા ખેંચવાના ઠરાવ સામે પગલા ભરવા આદેશ.

0
11

રાજપીપળા ના.બેંકની ખોટ બાબતે જે તે સમયે સરકારી ઓડિટરના રિપોર્ટના આધારે ડો.નિખિલ મહેતા,ડો.સમીર મહેતા સહિત અન્ય ડિરેક્ટરોના ભાગે અમુક રકમની વ્યક્તિગત જવાબદારી નક્કી કરાઈ હતી.

રાજપીપળા:રાજપીપળા નાગરિક બેંકમાં આ વખતે સત્તા પરિવર્તન આવ્યું છે.ત્યારે ભૂતકાળમાં રાજપીપળા નાગરિક બેંકના વર્તમાન ચેરમેન ડો.નિખિલ મહેતા અને ડિટેક્ટર ડો.સમીર મહેતા સામે બેંકની ખોટ મુદ્દે બેંક દ્વારા નામદાર હાઇકોર્ટમાં કેસ 16723 અને 16724 નંબરથી દાખલ કરાયો હતો.રાજપીપળા નાગરિક બેંકમાં 13/3/2018 ના રોજ મળેલી વ્યવસ્થાપક કમિટીની બેઠકમાં આ કેસ પરત ખેંચવા ઠરાવ કરાયો હોવાનું કારણ આગળ ધરી સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારે આ ઠરાવ રદ્દ કરવાની લેખિતમાં સૂચના આપી છે.સાથે સાથે બેંકના વર્તમાન ચેરમેન ડો.નિખિલ મહેતા અને ડિરેક્ટર ડો.સમીર મહેતા સામે પગલાં લેવા આદેશ કર્યો છે.

નર્મદા જિલ્લા રજિસ્ટ્રારે વધુમાં જણાવ્યું છે કે આ સબ જયુડિશિયલ મેટર હોવાથી ઠરાવો કરતા સમયે નિયમોનું પાલન કરવું જોઈએ.ગુજરાત સહકારી મંડળીના નિયમો 1965 ની કલમ 93 હેઠળના વસુલતના ચુકાદા સામે થયેલી અપીલની સામે સંસ્થાએ કેસો પરત ખેંચવા ઠરાવ કર્યા છે.જે ઠરાવો સંસ્થાને નુક્શાન કર્તા હોવાથી આ અંગે ખુલાસો પણ આપી તાત્કાલિક ધોરણે આ ઠરાવ રદ્દ કરો.

બોક્ષ: તો આ બાબતે રાજપીપળા નાગરિક બેંકના ચેરમેન ડો.નિખિલ મેહતાએ જણાવ્યું હતું કે આ કેસ ઓલરેડી ટ્રીબ્યુનલમાં સરકારે દાખલ કરેલો જ છે.જે તે સમયે આ કેસનું વહેલું નિરાકરણ લાવવા બેંકે હાઈકોર્ટમાં આ કેસ દાખલ કર્યો હતો.હવે ટ્રીબ્યુનલમાં કેસ ચાલતો હોય તો હાઇકોર્ટમાં જવાનો કોઈ મતલબ નથી.અમે તો ફક્ત હાઇકોર્ટમાંથી આ કેસ પરત ખેંચવાનો ઠરાવ કર્યો છે.જિલ્લા રજિસ્ટ્રાર એવું સમજ્યા હશે કે અમે આ આખો કેસ પરત ખેંચી લેવા માંગીએ છે.અમે કાઈ ખોટું નથી કર્યો.આખો કેસ પરત ખેંચવાની બેંકને સત્તા જ નથી.આ કેસ સ્ટેટ રજિસ્ટ્રારે ટ્રીબ્યુનલમાં તો ચાલુ જ રાખ્યો છે.હવે નર્મદા જિલ્લા રજિસ્ટ્રારે હાલમાં જે હુકમ કર્યો છે એની સામે અમે અપીલમાં જઈશું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY