માસૂમ બાળકીના હત્યારાને શોધવા સુરત શહેર પોલીસની બિહારમાં ચોતરફ તપાસ

0
183

સુરત, તા. ૧૭
શહેરમાં કાળજુ કપાવી નાખે તેવી બળાત્કારની ઘટનાઅો બની રહી છે. વિકૃત મગજના વાસના લોલુપ હવસખોરો માસૂમ બાળકીને નિશાન બનાવી રહ્ના છે. ગોડાદરામાં માસૂમ બાળકી ઉપર બળાત્કાર ગુજારી હત્યા કરનાર નરાધમ અનિલ – યાદવને શોધી કાઢવા માટે સુરત પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. બિહારïના વતની યાદવને શોધવા એક પોલીસ ટીમ બિહાર પહોîચી છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં લોકોમાં ભારે રોષ જાવા મળે છે. પોલીસે આરોપી નરાધમને વહેલી તકે શોધી કાઢી કડકમાં કડક સજા કરવા માટેની માગ ઉઠવા પામી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ જઘન્ય અપરાધના આરોપી અનિલ યાદવને શોધી કાઢવા માટે પોલીસ તમામ પ્શ્રકારના પ્રયાસો કરી રહી છે. આરોપીના મોબાઈલ ફોનની ડેટા મેળવીને ઘટના પહેલી અને ઘટના બાદ જે જે વ્યકિત સાથે વાત કરી હોય તેવા વ્યકિતઅોની અોળખ માટેના પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યાં છે. જેથી કરીને આરોપી અનિલ યાદવનું લોકેશન ટ્રેસ કરી શકાય. તપાસ અધિકારીઅોએ આશા વ્યકત કરી હતી કે આરોપી અનિલ યાદવને ટૂંક સમયમાં શોધી કાઢવામાં આવશે આરોપી વિરુદ્ધના પૂરાવા પણ એકત્રિત કરવામાં આવી રહ્ના છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY