સિડની,તા.૨૨
પૂર્વ આૅસ્ટ્રેલિયાઈ ઝડપી બાલર ગ્લેન મેક્ગ્રા ૩ વખત વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ રહ્યા છે. તેઓ જાણે છે કે મોટી ટૂર્નામેન્ટ્સ કઈ રીતે જીતી શકાય છે. તેઓ અત્યારે ભારતમાં એમઆરએફ પેસ અકેડેમીનાં નિર્દેશક છે. તેમણે વર્લ્ડ કપમાં આૅસ્ટ્રેલિયાનાં જીતવાની તકો પર વાત કરી.
વાર્નર અને સ્મિથનાં આવવાથી ટીમનાં અન્ય ખેલાડીઓ જે ટીમમાં જગ્યા બનાવવા મથતા હતા તેમના માટે મુશ્કેલીઓ સર્જાશે? તે વિશે મેક્ગ્રાએ જણાવ્યું કે, “વાર્નર અને સ્મિથનાં આવવાથી આૅસ્ટ્રેલિયાઈ પસંદગીકારોની મુશ્કેલી વધશે, પરંતુ આવુ દરેક પસંદગીકાર ઇચ્છે છે. મને લાગે છે કે વાર્નર આૅપનિંગ બેટ્સમેન તરીકે પુનરાગમન કરશે અને ઉસ્માન ખ્વાજા નંબર ૩ અને સ્ટીવ સ્મિથ નંબર ૪ પર બેટિંગ કરશે.
તો ભારતીય ઝડપી આક્રમણની તાકાત અને કમજારીને તમે કઈ રીતે જુઓ છો? તેવા પ્રશ્નનાં જવાબમાં મેક્ગ્રાએ કહ્યું કે, “આૅસ્ટ્રેલિયામાં રમવામાં આવેલી ટેસ્ટ સીરીઝ દરમિયાન મને કોઈ જ કમજારી જાવા મળી નહીં. ભારતીય બાલિંગ શાનદાર હતી. હવે બાલર્સને ફિટ રાખવાની વાત છે. હું બુમરાહનો મોટો પ્રશંસક છું. તે પોતાની રમતને અલગ સ્તર પર લઇ ગયો છે. મારી નજરમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ ભારતનાં મિશન વર્લ્ડ કપનો મહત્વનો ભાગ છે. ભુવનેશ્વર એક સ્વિંગ બૉલર છે અને તેણે સારું પ્રદર્શન કરવું પડષે. તે ઘણી સમજદારી સાથે બાલિંગ કરે છે. એકદિવસીય ક્રિકેટમાં બુમરાહનું પ્રદર્શન શાનદાર છે. તે અંતિમ આૅવર્સમાં જે ઝડપથી યાર્કર ફેંકે છે તે કમાલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



