તિલકવાડા ના વીરપુર ગામના વ્યક્તિ નો કંથરપુરા ની સીમમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળતા મૃતકના મોટા ભાઈએ ફરિયાદ આપી
રાજપીપળા: નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના વીરપુર ગામના દીવાલ રયજી બારીયા (38) નો ગતરોજ કંથારપુરા ગામની સિમ માંથી ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળતા પોલીસે હત્યા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વીરપુર ગામે રહેતા મુળજી રયજી બારીયા એ આપેલી ફરિયાદ મુજબ તેનો સગો નાનો ભાઈ દીવાલ ને કોઈ અજાણ્યા વ્યક્તિઓ એ ગત તારીખ 28 થી 29 મે દરમિયાન કંથરપુરા ગામની સીમમાં કોઈક કારણોસર કોઈ હથિયાર વડે મારી ગંભીર ઈજાઓ પોહચાડી મોત ને ઘાટ ઉતાર્યો હતો ત્યારે આ હત્યા કોને અને ક્યાં કારણોસર કરી છે એ હજુ જાણી શકાયું નથી પરંતુ હાલ તિલકવાડા પોલીસે મૃતક ના મોટા ભાઈ ની ફરિયાદ ના આધારે હત્યા નો ગુનો દાખલ કરી વધુ તપાશ હાથ ધરી છે તપાશ તિલકવાડા પી એસ આઈ એ એસ વસાવા કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.940897505જુગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



