મંદિરે દર્શન કરી પરત ફરતા દંપતી પૈકી પત્નીનું મોત

0
16

ભાદરવદેવ મંદિરે પૂનમ ભરી પરત ફરતા દંપતી ને અકસ્માત થતા પત્ની નું મોત,પતિને ઇજા 

છોટાઉદેપુર જિલ્લાના ચમરવાડા ગામના દંપતી તિલકવાડાના ભાદરવાદેવ મંદિરે દર્શન કરી પરત ફરતા ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો 

રાજપીપળા: છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા તાલુકાના ચમરવાડા ગામે રહેતા કિશન નરપત તડવી અને એમના પત્ની કૌશલ્યાબેન મંગળવારે પૂનમ હોય પૂનમ ભરવા ભાદરવદેવ ના મંદિરે દર્શન કરવા ગયા હતા દર્શન કરી દંપતી એમની બાઈક નં.જી જે 6 કે ક્યુ – 9766 લઈ પરત ફરતા હતા એ દરમિયાન દેવલીયા નસવાડી રોડ પર સામે થી પુરપાટ આવતી એક હાઇવા ટ્રક નં.જી જે 5 બી એક્સ- 9011 ના ચાલકે ટ્રક થી બાઈક ને ટક્કર વાગતા દંપતી ફંગોળાઈ ગયું હતું જેમાં કૌશલ્યાબેન ને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળેજ એમનું મોત થયું હતું જયારે પતિ કિશાન ને ઈજાઓ થઈ હતી અકસ્માત બાદ ટ્રક ચાલાક ટ્રક છોડી ફરાર થઈ જતા આ બાબતે હીરાભાઈ તડવી એ ફરિયાદ આપતા તિલકવાડા પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલાક ની તપાસ હાથ ધરી છે તપાસ પી એસ આઈ એ એસ વસાવા કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.940897505
જુગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY