હેગ,તા.૧૯
ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં મંગળવારે પાકિસ્તાનને કુલભૂષણ જાધવ કેસને સ્થગિત કરવાની માંગને ફગાવી દેવાતા જારદાર આંચકો લાગ્યો છે.ICJમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મુક્ત કરવાના મામલે આજે પાકિસ્તાને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. સોમવારે ભારતે આ મામલે પક્ષ રજૂ કર્યો અને જણાવ્યું કે એક નિર્દોષ ભારતીય પોતાના જીવનના મહત્વના વર્ષો પાકિસ્તાનની જેલમાં ગાળવા મજબૂર છે. પાકિસ્તાન દ્વારા એડ-હોક જજને લઈને રજૂ કરાયેલા વાંધા પર આઈસીજેએ જણાવ્યું કે આ અંગેની નોંધ લેવામાં આવી છે અને તેને દાખલ કરાઈ છે તેમજ નજીકના ભવિષ્યમાં આ મુદ્દે જવાબ આપવામાં આવશે.
મંગળવારે ભારતના આક્ષેપના જવાબમાં પાકિસ્તાનના વકીલે પોતાનો પક્ષ રજૂ કર્યો. પાકિસ્તાનના એટોર્ની જનરલે પોતાની દલીલની શરૂઆત જૂઠ સાથે કરી અને જાધવ જ નહિ, પરંતુ ભારત પર આતંક ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાન એટોર્ની જનરલ અનવર મંસૂર ખાને જણાવ્યું કે, ‘હું સ્વયં ભારતની ક્રૂરતાનો ભોગ બન્યો છું. એક યુવા આર્મી ઓફિસર તરીકે હું ભારતની જેલમાં કેદ હતો. પાકિસ્તાનની આર્મી સ્કૂલમાં થયેલા આતંકી હુમલામાં ૧૪૦ માસૂમોએ જીવ ગુમાવ્યો હતો. આ ભારત સમર્થિત અફઘાનિસ્તાનનો આતંકી હુમલો હતો.’ આઇસીજે જજાના પેનલ અધ્યક્ષ અબ્દુલ કાવી અહેમદ યુસૂફે તેમને ટોકતા કહ્યું કે, કૃપા કરીને ધીરે બોલો. આ અંગે ભોંઠા પડેલા કુરેશીએ ત્યાર બાદ દલિલો ધીરે ધીરે રજુ કરવાનુ ચાલુ કર્યું હતું.
પાકિસ્તાને તેમની દલીલમાં દાવો કર્યો કે, ૧૯૪૭થી ભારત તરફથી પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અમે માનવાતાના આધાર પર પરિવારને જાધવને મળવાની મંજૂરી આપી હતી. પરંતુ ભારત તરફથી આવી કોઈ માનવતા આજ સુધી દેખાઈ નથી. ભારતની જેલમાં બંધ પાકિસ્તાનીઓ વિશે ભારતે કિયારેય આવી માનવતા દાખવી નથી.
પાકિસ્તાન દ્વારા પોતાની દલીલમાં ભારત પર પ્રહાર કરતા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ ૧૯૪૭થી ભારત દ્વારા પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમે માનવતાને ધ્યાનમાં રાખીને જાધને તેના પરિવાર સાથે મળાવ્યા, પરંતુ ભારત દ્વારા કિયારેય પણ આવી માનવતા દાખવવામાં આવી નથી. ભારતની જેલમાં બંધ પાકિસ્તાનીઓ પર ભારતે કિયારેપણ આવી માનવતા દાખવી?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


