જામનગર,તા.૧૯
સામાન્ય રીતે લોકો નાની નાની બાબતોમાં પોતાનું જીવન ટૂંકાવા જેવા પગલાં ભરી બેશે છે. જામનગરના લાલપુરના બબરઝરગામમાં વાસણ સાફ કરવા બાબતે જેઠાણી સાથે થયેલી બોલાચાલીમાં માઠું લાગી આવતાં દેરાણીએ ઝેરી દવા પી લેતાં મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે.
મળતી માહિતી પ્રમાણે લાલપુર તાલુકાના બબરઝર ગામમાં રહેતા ૨૫ વર્ષથી જ્યોત્સનાબેન મુકેશભાઇ પાઠક નામની વિપ્ર પરિણીતાને બે દિવસ પહેલા જેઠાણી સાથે વાસણ સાફ કરવા બાબતે બોલાચાલી થઇ હતી.
જે બાબતનું જ્યોત્સનાબેનને મનમાં લાગી આવતાં તેણીના ઘરે જેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીનું ટૂંકી સારવારમાં મોત નિપજ્યું હતું.
આ બનાવની મૃતકના પિતાએ પોલીસમાં જાહેર કરતાં પોલીસે મૃતદેહનો કબ્જા સંભાળીને પી.એમ. માટે મોકલીને આગળની તપાસ આરંભી છે. આ બનાવથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


