હિંમતનગર,તા.૧૦
ગયા રવિવારે સાયરાની કોલેજિયન યુવતીની લટકતી લાશ મળી હતી. આ મામલે ૪ શખ્સ સામે દુષ્કર્મ અને હત્યા સહિત એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે. યુવતીની અંતિમવિધિ કરાઈ હતી. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં જસ્ટિસ ફોર કાજલની માંગ સાથે અનુસૂચિત જાતિના લોકોએ મોટી સંખ્યામાં રેલી યોજી હતી. આરોપીઓને ફાંસી આપોના નારા લગાવી રેલી બાદ આરોપીઓને સખત સજાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું. યુવતીના હત્યારા અને દુષ્કર્મીઓને સજા કરાવવા માટે અરવલ્લી, અમદાવાદ અને સાબરકાંઠામાં કેન્ડલ માર્ચ અને રેલીઓ યોજાઈ છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાયરાની દીકરીના ન્યાય માટે રેલી નીકળી હતી. ઈડરિયા ગઢ તરફથી જૈનાચાર્ય રજન માર્ગથી રેલી નીકળી હતી. રેલીમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો જોડાયા હતા. બેનરો સાથે આરોપીઓને ફાંસી આપોના નારા સાથે રેલી યોજાઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


