રાજકોટ,તા.૧૦
હાલમાં જ રાજકોટમાં હોસ્પિટલમાં એક જ મહિનામાં ૧૦૦થી વધારે બાળકોનાં મોતને લઈ ભારે હોબાળો મચી ગયો હતો. અને બાળકોનાં આ મોતને લઈ ગુજરાતમાં રાજકારણ ખાસ્સું ગરમાયું હતું. તેવામાં હવે રાજકોટથી વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. રાજકોટમાં જન્મ બાદ જ નહીં પણ જન્મ પહેલાં પણ બાળકોને બચાવવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે. રાજકોટમાં છેલ્લાં ૫ વર્ષમાં ૨૫૫૯ બાળકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં જન્મતાં બાળકોને બચાવવામાં તંત્ર નાકામ સાબિત થયું જ છે, પણ સાથે જ ગર્ભમાં રહેલ બાળકોને સાચવવામાં પણ તંત્ર વામણું પુરવાર થયું છે. સમયસર તપાસ છતાં ગર્ભમાં બાળકોનાં મોતનો આંકડો ચોંકાવનારો છે. છેલ્લા ૫ વર્ષમાં ગર્ભમાં જ ૨૫૫૯ બાળકોનાં મોત થયા છે. વર્ષ ૨૦૧૯માં ગર્ભમાં ૫૪૪ બાળકોનાં મોત થયા હતા. આ આંકડો સામે આવતાં સગર્ભા મહિલા અંગે અનેક સરકારી યોજનાઓની પોલ ખુલી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, દર ૧૫ અને ૩૦ દિવસે સગર્ભા માતાની તપાસ થાય છે.
સવાલ એ છે માતા સગર્ભા થયા બાદ સરકાર દ્વારા તેમની તમામ તપાસ કરવામાં આવે છે. દર ૧૫ અને ૩૦ દિવસે સગર્ભા માતાની તપાસ થાય છે. તો ગર્ભમાં બાળકો નાં મોત કેમ? કે પછી આરોગ્ય વિભાગ કામગીરી ફક્ત કાગળ પર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



