અમદાવાદ,તા.૮
વર્ષ ૨૦૧૫ના અંત ભાગમાં સંપૂર્ણપણે તોડી પાડવામાં આવેલ અમદાવાદ સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમનું પુનઃનિર્માણનું કાર્ય પ્રગતિ હેઠળ છે અને હવે તે આ વર્ષના અંત ભાગ સુધીમાં લગભગ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે.
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે પણ જાણીતુ આ સ્ટેડિયમના નિર્માણની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તે આશરે ૧.૧ લાખ બેઠકની ક્ષમતા ધરાવતું હશે, આ સાથે જ તે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ તરીકે ઓળખ ધરાવતા મેલબોર્ન ક્રિકેટ મેદાનથી પણ આગળ નિકળી જશે. અગાઉ સરદાર પટેલ સ્ટેડિયમ ૫૪,૦૦૦ બેઠકની ક્ષમતા ધરાવતું હતું. આ નવું સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનશે.
આ સ્ટેડિયમના પુનઃનિર્માણની કામગીરી જારી છે ત્યારે તમામ સ્તર પર સસ્ટેઇનેબલ પાવર યુટીલાઇઝેશનના ઉમદા ઉદ્દેશથી તેના સંકુલોમાં સૌર ઉર્જા પ્લાન્ટનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
લુબી ઈલેક્ટ્રોનિક્સનો ભાગ ગણાતી લુબી સોલર સૂચિત રૂફટોપ સોલર પાવર પ્લાન્ટને પુરવઠો પૂરો પાડવાની તેમ જ તેની કામગીરી શરૂ કરવાને લગતી તમામ પ્રકારની જવાબદારી ધરાવશે. આ ઉપરાંત આ પાવર હાઉસ ગાંધીનગર સ્થિત કંપનીની ઉત્પાદન સુવિધા ખાતે નિર્માણ પામેલી સૌર પેનલોથી સજ્જ હશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


