હોરર ફિલ્મ ‘અમાવસ’ જાન્યુઆરીની ૧૧મીએ રિલીઝ થશે

0
240

મુંબઈ,તા.૨૮
રાગિણી એમએમએસ,૧૯૨૦ ઇવિલ રિટર્ન્સ અને અલોન જેવી ફિલ્મો આપી ચૂકેલા ફિલ્મ સર્જક ભૂષણ પટેલ હવે એક હોરર ફિલ્મ અમાવસ લઇને આવી રહ્યા છે. અભિનેત્રી નર્ગિસ ફખ્રી, સચિન જાશી અને વિવાન ભાથેના આ ફિલ્મમાં ચમકી રહ્યાં છે. મંગળવારે આ ફિલ્મનું ટીઝર રજૂ થયું હતું. સોશ્યલ મિડિયા પર રજૂ થયેલા આ ટીઝરમાં એક
પ્રકારનું રહસ્ય અને દહેશત ટપકતાં હતાં. ટ્રેડ પંડિત તરણ આદર્શે આ ફિલ્મના પ્રથમ પોસ્ટરને રિલિઝ કરતાં ભૂષણ પટેલને બિરદાવ્યા હતા અને ફિલ્મની રિલિઝ ડેટ જાહેર કરતાં લખ્યું હતું કે ૨૦૧૯ના જાન્યુઆરીની ૧૧મીએ એટલે કે મકર સ્રંક્રાંતિની પૂર્વસંધ્યાએ આ ફિલ્મ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે. અત્યાર અગાઉ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરને રજૂ કરતી હોરર ફિલ્મ સ્ત્રી આવી હતી જે હિટ નીવડી હતી અને બોક્સ આૅફિસ પર પણ આ ફિલ્મે ધાર્યો બિઝનેસ નોંધાવ્યો હતો. હવે વધુ
એક હોરર ફિલ્મ અમાવસ આવી રહી છે. એમ લાગે છે કે ઓડિયન્સને આ જેનરની ફિલ્મો હવે ગમવા લાગી છે. આ ફિલ્મ વાઇકિંગ મિડિયા એન્ડ એન્ટરટેઇમેન્ટે ઇંગ્લેંડની સિમ્પલી વેસ્ટ અને વીપીંગ ગ્રેવના સહયોગથી બનાવી છે. ફિલ્મ માત્ર ૩૫ દિવસમાં લંડનમાં એકધારું શૂટિંગ કરીને પૂરી કરવામાં આવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY