મુંબઈ,તા.૨૮
હિન્દી ફિલ્મોમાં રોમાન્સ રજૂ કરવાની પદ્ધતિ મુજબ અભિનય કરી કરીને હવે તો કંટાળો આવી જાય છે. એકની એક બીબાંઢાળ પદ્ધતિથી રોમાન્સ રજૂ કરાય છે એમ અભિનેત્રી તબુએ કહ્યું હતું.
અજય દેવગણની દ્રશ્યમમાં ટફ પોલીસ અધિકારી અને ફના ફિલ્મમાં એન્ટી ટેરરિસ્ટ બ્યૂરો એજન્ટનો રોલ કરી ચૂકેલી તબુએે હુ તુ તુ તુમાં સૂસાઇડ બોમ્બરનો રોલકર્યો હતો. એણે પોતાના વિશિષ્ટ અભિનય દ્વારા આગવી ઇમેજ ઊભી કરી હતી. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ચીની કમ ફિલ્મમાં એણે મેગાસ્ટારને જારદાર ટક્કર આપી હતી.
એણે કહ્યું કે હું પરદા પર રોમાન્સ રજૂ કરવાની વિરોધી નથી. પરંતુ આપણી ફિલ્મોમાં રોમાન્સ રજૂ કરવાની જમાના જૂની પદ્ધતિ છે એટલે એકની એક સ્ટાઇલથી રોમાન્સ રજૂ કરવાનો હવે કંટાળો આવે છે. કોઇ નવી તાજગીસભર રીતે રોમાન્સ રજૂ કરવો જાઇએ તો અદાકારોનો ઉત્સાહ વધે.
એણે ઉમેર્યું કે ઓડિયન્સને લવ ગમે છે. લવ માનવ જીવનની એક અદ્ભુત સંવેદના છે પરંતુ એ રજૂ કરવાની સ્ટાઇલ એક સરખી હોય તો કામ કરવાની મોજ ન પડે. કંટાળો આવી જાય.
એમાં પણ વૈવિધ્ય હોય એ જરૃરી છે તો ઓડિયન્સની સાથોસાથ કલાકારને પણ આનંદ આવે. આ તો એજ જમાના જૂની શૈલીથી રોમાન્સ બતાવાતો રહ્યો છે. એમાં હવે પરિવર્તન આવે એ જરૃરી છે એમ મને લાગે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





