ન્યુ દિલ્હી,તા.૧૯
આયુષ્માન ભારત હેઠળ જિલ્લા હોસ્પિટલોમાં બિનસંક્રમિત રોગોના ઇલાજ માટે સરકાર ખાનગી ફર્મ અને ડોક્ટરોને જાડશે. નીતિ આયોગે આ માટે ગાઇડ લાઇન્સ અને મોડલ કન્સેશન એગ્રીમેન્ટ રજૂ કર્યો છે, તેમાં સરકારી જિલ્લા હોસ્પિટલોમાં પ્રાઇવેટ ફર્મને લાવવામાં આવશે.
પ્રાઇવેટ ફર્મ ટ્રાન્સપરન્ટ અને કોમ્પેટિટિવ બીડિંગના આધારે પસંદ કરવામાં આવશે અને રાજ્ય સરકાર પણ પોતાની જરૂરિયાતના આધારે આ ગાઇડ લાઇન્સમાં ફેરફાર કરી શકશે.
ગાઇડ લાઇન્સ અનુસાર સરકારે ‘પે પર યુઝર’ મોડલ સૂચવ્યું છે, જેમાં રાજ્ય સરકાર જિલ્લા હોસ્પિટલોને જગ્યા ઉપલબ્ધ કરાવશે અને પ્રાઇવેટ કંપનીઓ બિનસંક્રમિત રોગોના ઇલાજ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાની સાથે જ ઇક્વિપમેન્ટ અને મેન પાવર ઉપલબ્ધ કરાવશે. સરકાર આ પ્રાઇવેટ ફર્મને પ્રતિ પ્રોસિજર કે સર્વિસીસના પેકેજ માટે ફીની ચુકવણી કરશે. આ ફી પ્રાઇવેટ પાર્ટનર પસંદ કરતી વખતે કોમ્પિટિટિવ બીડિંગ દ્વારા નક્કી કરવામાં આવશે.
આ એગ્રીમેન્ટ ૧પ વર્ષનો હશે અને તેમાં રિન્યૂ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. તેનો હેતુ દેશમાં વર્લ્ડકલાસની હેલ્થ કેરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. નીતિ આયોગનું માનવું છે કે દેશમાં સરકારી સુવિધાઓના ફંડનો અભાવ, નિષ્ણાતો લાવવામાં નિષ્ફળતા અને ઇન્ફ્રાસ્ટ્રકચર નબળું હોવાના કારણે ખરાબ સ્થિતિમાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





