મુંબઈ,તા.૩૦
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની બે દિવસીય નાણાકીય નીતિ સમીક્ષા બેઠક આજથી શરૂ થઇ રહી છે. આરબીઆઇ પોલિસી બેઠકનો નિર્ણય ૧ ઓગસ્ટે જાહેર કરશે, જાકે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આરબીઆઇ આગામી બેઠકમાં ૦.૨૫ ટકા સુધી વ્યાજદરમાં વધારો કરવા સંબંધી નિર્ણય જાહેર કરી શકે છે.
આરબીઆઇ ફુગાવાનું કારણ આગળ ધરી બે મહિનામાં બીજી વખત વ્યાજદરમાં વધારો કરી શકે છે. આંતરરાષ્ટ્રીયમાં ક્રૂડના ઊંચા ભાવ છે અને તેના કારણે ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની નીતિ અપનાવી છે.
એ જ પ્રમાણે સરકારે વિવિધ એગ્રિકલ્ચર ચીજવસ્તુઓના લઘુતમ ટેકાના ભાવ-એમએસપીમાં વધારો કર્યો છે તથા સરકારી કર્મચારીઓના ઊંચા પગાર-ભથ્થાં સહિતની બાબતોના કારણે ફુગાવામાં વધારો થઇ રહ્યો છે. આરબીઆઇ ફુગાવા સામેના જાખમને સતત ‘ઇન્ડિકેટ’ કરી રહી છે, જેના પગલે આરબીઆઇ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્્યતા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



