બેંગ્લુરુ,તા.૧૯
દિલ્હીએ ગઈ કાલે અહીં ઝારખંડને વિજય હઝારે ટ્રોફી વન-ડે ટુર્નામેન્ટમાં બે બાલ બાકી રાખીને બે વિકેટના માર્જિનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આવતી કાલે અહીં સવારે ૯.૦૦ વાગ્યાથી મુંબઈ અને દિલ્હી વચ્ચે ફાઇનલ રમાશે.
ગઈ કાલે ઝારખંડના ૧૯૯ રનના જવાબમાં દિલ્હીએ ૮ વિકેટે ૨૦૦ રન બનાવી લીધા હતા. એ પહેલાં, બુધવારે વરસાદના વિÎનો વચ્ચે મુંબઈએ પ્રથમ સેમીમાં હૈદરાબાદને ૬૦ રનથી હરાવ્યું હતું. હૈદરાબાદે કે. રોહિત રાયુડુના અણનમ ૧૨૧ રનની મદદથી ૮ વિકેટે ૨૪૬ રન બનાવ્યા ત્યાર બાદ મુંબઈએ પૃથ્વી શાના ૬૧ રન તથા શ્રેયસ ઐયરના અણનમ પંચાવન રનની મદદથી ૨૫ ઓવરમાં બે વિકેટે ૧૫૫ રન બનાવ્યા ત્યારે ફરી વરસાદ પડતાં વી.જે.ડી. મેથડ મુજબ મુંબઈ માટે પચીસ ઓવરમાં ૯૬ રન બનાવવાનો નવો લક્ષ્યાંક નક્કી થયો હતો જે મુજબ મુંબઈને વિજેતા જાહેર કરાયું હતું. મુંબઈના તુષાર દેશપાંડેને ત્રણ વિકેટના તરખાટ બદલ મૅન આૅફ ધ મૅચનો અવાર્ડ અપાયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



