આઝાદ ભારતના પ્રથમ મહિલા IAS અન્ના મલહોત્રાનું નિધન

0
62
ન્યુ દિલ્હી,તા.૧૯
આઝાદ ભારતમાં ભારતીય વહીવટી સેવા (આઇએએસ)ની પ્રથમ મહિલા અધિકારી અન્ના મલ્હોત્રાનું નિધન થયું છે. ૯૧ વર્ષની ઉંમરે સોમવારે મુંબઈના અંધેરી સ્થિત તેમના ઘરે તેમનું નિધન થયું હતું. મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વર્ષ ૧૯૮૯માં તેમને ભારત સરકારનું નાગરિક સન્માન પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
અન્ના મલહોત્રાનો જન્મ જુલાઈ ૧૯૨૭ માં કેરળના એર્નાકુલમ જીલ્લામાં થયો હતો અને ત્યારબાદ તેમનું નામ અન્ના રાજમ જ્યોર્જ હતું. પ્રારંભિક શિક્ષણ કોઝિકોડમાં પ્રાપ્ત કર્યા બાદ તેઓ મદ્રાસ યુનિવર્સિટીથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ચેન્નાઈ ગયા હતા. અન્ના મલહોત્રાએ વર્ષ ૧૯૫૧ માં ભારતીય સિવીલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી અને પોતાની સેવાઓ આપવા માટે તમિલનાડુ કેડર પસંદ કરી હતી. તેમણે તત્કાલીન મુખ્ય પ્રધાન સી.રાજગોપાલાચારીની આગેવાનીમાં મદ્રાસ રાજ્યમાં સેવાઓ આપી. તેમણે રાજાજી, કામરાજ, ભક્તવત્સલમ અને અન્નાદૂરઇ જેવા સાત મુખ્યમંત્રીઓના શાસન દરમિયાન કાર્ય કર્યું.
દિલ્હીમાં ૧૯૮૨માં એશિયાઇ રમતોના પ્રભારી હોવાના દરમિયાન રાજીવ ગાંધી સાથે તેમણે કામ કર્યું હતું. ફેબ્રુઆરી ૧૯૮૫માં પ્રધાનમંત્રીએ તેમના પતિ અને તેમના બેચમેટ રહી ચૂકેલા આર.એન.મલહોત્રાને મનમોહનસિંહના ઉત્તરાધિકારી તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર તરીકે પસંદ કરેલા. ત્યારબાદ સરકારે ભારતના પ્રથમ કન્ટેનર પોર્ટમાં પોતાની સેવાઓ આપવા માટે અન્નાની નિયુક્તિ કરી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY