મોદી સરકારના કાર્યકાળમાં ૩૨૨ ટકા વધી સરકારી બેન્કોની એનપીએ

0
104

આરટીઆઈમાં થયો ખુલાસો
ન્યુ દિલ્હી,તા.૧૯
સરકારી બેંકો માટે નોન પર્ફોમિંગ એસેટ એક મોટો પડકાર બની ચુકી છે. તાજેતરમાં જ પૂર્વ આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજને એનપીએ પર ખુલાસા બાદ જ્યાં બંને BJP અને કોંગ્રેસ પોતપોતાના કાર્યકાળની આર્થિક નીતિઓની સાચી ગણાવી રહી છે, તાજેતરમાં સૂચના અધિકાર હેઠળ મળેલી જાણકારી જણાવી રહી છે કે છેલ્લા ચાર વર્ષ દરમિયાન દેશમાં સરકારી બેંકોના એનપીએમાં ૩૨૨.૨૧ ટકાનો વધારો થયો છે.
આરટીઆઇમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાને પૂછવામાં આવ્યું કે દેશમાં જૂન ૨૦૧૪ થી જૂન ૨૦૧૮ સુધી સરકારી બેંકોના એનપીએની શું સ્થિતિ છે. એની સાથે જ કેન્દ્રીય બેંકથી જાણકારી માંગવામાં આવી છે કે ૩૦ જૂન ૨૦૧૮ એ સરકારી બેંકોનો કેટલો NPA છે અને આ તારીખ સુધી કેટલા NPAની રિકવરી સરકારી બેંકો દ્વારા કરવામાં આવી છે?
આરટીઆઇના જવાબમાં કેન્દ્રીય રિઝર્વ બેંકે કહ્યું કે એની પાસે એનપીએના આંકડા માત્ર ડિસેમ્બર ૨૦૧૭ સુધી છે અને ત્યારબાદના આંકડા માટે રાહ જોવી જરૂરી છે.
આરબીઆઇના જણાવ્યા અનુસાર ૩૦ જૂન ૨૦૧૪ સુધી દેશની સરકારી બેંકોનો ગ્રોસ એનપીએ ૨,૨૪,૫૪૨ કરોડ રૂપિયા હતા, આ એનપીએ ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ સુધી વધીને ૭,૨૪,૫૪૨ કરોડ રૂપિયા પહોંચી ગયો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY