ઇન્દૌર,તા.૯
સફેદ બોલની ક્રિકેટમાં પોતાના સતત સારા દેખાવ માટે ભારતીય ઓપનર કે. એલ. રાહુલનું માનવું છે કે તે રમતને સમજવામાં અને મોટો દાવ રમવા વધુ સારો ખેલાડી બન્યો છે.
રાહુલ હાલ મર્યદિત ઓવરની મેચોમાં સારા ફોર્મમાં રમી રહ્યો છે, જેમાં તેણે વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે તથા તે ઉપરાંત, ટી-૨૦ ક્રિકેટમાં તેણે અન્ય ત્રણ વ્યક્તિગત પચાસ રનથી વધુના દાવ રમ્યા છે.
*હું હવે રનો કરી રહ્યો છું અને રમતને વધુ સારી રીતે સમજું છું તથા મોટો દાવ રમવાનું જાણું છું, એમ રાહુલે શ્રીલંકા સામે અહીં બીજી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે વિજય મેળવ્યા બાદ કહ્યું હતું. ૨૭ વર્ષના રાહુલે ૩૨ બોલમાં ૪૫ રન કર્યા હતા અને પોતાના સાથી ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની જોડીમાં પહેલી વિકેટે ૭૧ રનની ભાગીદારી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


