છપાક ફિલ્મ વિવાદ : કોર્ટે અર્પણાનું નામ નાંખવા આદેશ કર્યો

0
32

મુંબઇ,તા.૯
દીપિકા પાદુકોણની છપાક હવે ઠેર ઠેર વિવાદોના મધપૂડામાં આવી રહી છે. એક વિવાદ થમવાનુ નામ નથી લેતો ત્યાં તો બીજા વિવાદ આવીને ઉભો રહી જાય. હજુ ગઈ કાલે જ એક વિવાદ આવ્યો હતો કે ફિલ્મમાં એસિડ ફેંકનાર નદીમ ખાનનું નામ બદલીને રાજેશ કરવામાં આવ્યું છે. એ વિવાદ એક ધર્મવાદ તરફ લોકોને લઈ જઈ રહ્યો હતો. ત્યાં આજે એનાથી પણ મોટો વિવાદ આવીને ઉભો રહી ગયો. હવે એક વકીલે તેને ક્રેડિટ ન આપવા બદલ ફિલ્મ પર રોક લગાવવાની માગ કરી છે અને દિલ્હી હાઈકોર્ટમાં પહોંચી હતી.
હવે કોર્ટે વકીલની વાત સાંભળી લીધી અને મેકર્સને ઓર્ડર કર્યો છે કે, અર્પણાનું નામ નાખવામાં આવે. એ સમયે અર્પણાની જીત થઈ છે. કોર્ટે આ અરજી પર સુનાવણી કરીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
વકીલ અર્પણા ભટ્ટનો દાવો હતો કે, તે એસિડ એટેક પીડિતા લક્ષ્મીની કેટલાય વર્ષો સુધી વકીલ રહી છે. તેમ છતાં ફિલ્મમાં તેને ક્રેડિટ આપવામાં આવી નથી. આ મુદ્દાના વિરોધમાં પટિયાલા હાઉસ કોર્ટમાં ફિલ્મ પર રોક લગાવવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ શુક્રવારે એટલે કે આવતી કાલે જ ૧૦ તારીખે સિનેમા ઘરોમાં રીલિઝ થવાની છે અને હજુ વિવાદ થમવાનું નામ લેતો નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY